Book Title: Vachanamrut 0017 016 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330044/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 16. ખરી મહત્તા કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એઓ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ, સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવો પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે ? અધિકારથી પરતંત્રતા કે અમલમદ દ્વિ.. આ.. પાઠા.. - 1. ‘તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે. અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે. કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે ? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇ0 એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુ:ખભંજન થાય છે. ‘એક સ્ત્રીથી કરીને તેમાં’ માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચોક્કસ નથી. મરણજય માથે રહ્યો છે. ધારણા ધરી રહે છે. યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! 1 દ્વિ. આ. પાઠો. - 1. ‘એક પરણેલી સ્ત્રીમાં જ Page #2 -------------------------------------------------------------------------- _