Book Title: Vachanamrut 0016 08 Samvar Bhavana
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ચિત્ર - સંવરભાવના સંવરભાવના - ઉપર કહ્યાં તે આસવદ્વાન અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવા (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ. પુંડરિક ચરિત્ર દ્રષ્ટાંતઃ- (1) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરૂકને જવું, અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણધાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ આયુષ્ય દેવરૂપે ઊપજ્યો. આસવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા ! શ્રી સ્વામી અને અમિણી દ્રષ્ટાંતઃ- (2) શ્રી વજાસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુકમિણી નામની મનોહારિણી પુત્રી વજાસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજાસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. મિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી ! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે ? એણે તો આસવદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.” તોપણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુકમિણીને સાથે લીધી; અને જ્યાં વજાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુકમિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકમિણીએ વજાસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં, મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણી પોતાના મોહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજાસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દ્રઢતાથી રુકમિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજાસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત. Page #2 -------------------------------------------------------------------------- _