Book Title: Vachanamrut 0007 Nitya Smruti Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330007/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 7 નિત્યસ્મૃતિ 1. જે મહાકામ માટે તું જમ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. 2. ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. 3. વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે. 4. દ્રઢ યોગી છો, તેવો જ રહે. 5. કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. 6. લેપાઈશ નહીં. 7. મહાગંભીર થા. 8. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. 9. યથાર્થ કર. 10. કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.