Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનતિલક મહાકાવ્ય
દીર્ઘ તપસ્વી શ્રમણ ભગવાન શ્રી મહાવીર, ભગવાન શ્રી ખુદ્ધ અને વૈદિક મહર્ષિએ પેાતાના આધ્યાત્મિક તત્ત્વચિંતન અને સ ંવેદનના અંતે ભારતીય પ્રજાને જ્ઞાનયેાગ અને ભક્તિયેાગના વિશિષ્ટ વારસા અણુ કર્યાં છે. ભારતીય પ્રજામાંના નમ્ર, ભદ્રિક, વિવેકી અને જિજ્ઞાસુ મહાનુભાવ આત્માએએ એ વારસાને ઝીલ્યેા છે અને એની આરાધના માટે પ્રયત્ન પણ કર્યો છે. તેમ છતાં જ્ઞાનયેાગની સાધના કવ્યપરાયણતાને અધીન હાઈ, પ્રાર ંભમાં એ માની સાધના સૌને માટે સરળ કે સુગમ નથી હાતી; જ્યારે ભક્તિમાર્ગની સાધના, એ સહજ સુગમ હાઈ, મોટા ભાગના સાધક આત્માએ એ તરફ જ આકર્ષાય છે. ભક્તિયેાગનુ આ આકણુ અથવા એની સાધના, એ અ ંતે તે જ્ઞાનયેાગની સાધનાને માર્ગે જ પહેાંચે છે. જ્ઞાનયેાગ, એ સાધકની સિદ્ધિતા માર્ગો છે, જ્યારે ભક્તિમા, એ સાધનાની શેાધને માર્ગ છે. એ જ કારણને લઈ ભક્તિયેાગી આત્માએ સાધનાનાં સાધનેાનું જે પૃથક્કરણ કરે છે તેને વાણીમાં ઉતારે છે. અને એથી જ આપણી પાસે કીમતી અને મહાન કહી શકાય તેવા ધર્મ કથાએ, અવદાનકથાઓ અને પુરાણકથાઓના વારસા આવ્યા છે. આ કથાઓનું કવન કે સર્જન, એ ભક્તિયાગનું પ્રતીક છે. આ કવન કે સર્જનમાં જેટલી આત્મિક વિશુદ્ધ દશા કામ કરે એટલી એની આત્મિક સાધના વિશુદ્ધ, અને જેટલી એમાં ઊણપ એટલી જ આત્મિક સાધનામાં ઊપ રહે છે. આવી કૃતિઓનું સર્જન મુખ્યત્વે ભક્તિયાગીઓનુ` જ સર્જન હેાય છે. જ્ઞાનયેાગીઓ માટે કાઈ અકસ્માત કે ચમત્કારને બાદ કરીએ તે, આવુ' કવન કે સર્જન ભાગ્યે જ હેાય છે. એનું કારણ એ છે કે તેએ તેા સતત પેાતાની સાધનાઓની સિદ્ધિએમાં જ લીન બની ગયેલા હાય છે. એ વાત ખરી છે કે આવા જ્ઞાનયેાગી આત્માએ જે કાંઈ ખેલે અને જ્યારે પણ ખેાલે, ત્યારે એમનું વક્તવ્ય વિશુદ્ધ સ ંવેદનમાંથી પ્રગટેલું હાઈ, તેમનુ ખેલવું, એ સર્જન અને કવનરૂપ જ હાય છે. ભક્તિયેાગીએને પેાતાની વાણીને શબ્દ અને અના અલંકારા પહેરાવવાના હોય છે ત્યારે જ્ઞાનયેાગીઓને તેવુ કરવું પડતું નથી. ભક્તિયાગીઓનુ અંતર વેદનામય અને વાચાળ હોય છે; જ્ઞાનયેાગીએનું હૃદય નિરામય અને મૂક હાય છે. આ જ જ્ઞાનયેાગી અને ભક્તિયોગીને ભેદ અથવા લક્ષણ છે.
ભાઈશ્રી હીરાભાઈ એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરિત્રનું · ત્રિભુવનતિલક' નામે જે કવન
ત્રિભુવનતિલક મહાકાવ્ય ’ભગવાન મહાવીર ચિરતનું ( રચયિતા અને પ્રકાશક : શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી, મુંબઈ, સ. ૨૦૨૨) પુરાવચન.
*
4
Page #2
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનતિલક મહાકાવ્ય
t Rape અને સર્જન કર્યું છે, એ ભક્તિયોગનું પરિણામ છે. વ્યક્તિના જીવનમાં સહજ ભાવે જે પ્રેરણા જાગી હોય છે તે ગમે તેવા સંયોગોમાં કે વિદ્ગોમાં જીવંત રહે છે. ભાઈશ્રી હીરાભાઈની જે કથા મેં જાણુ છે તે ઉપરથી હું કહી શકું છું કે તેમના હૃદયમાં ભક્તિયોગ ઘણે ઊંડે ઊતરેલો છે. યુવાવસ્થાના પ્રારંભકાળે તેમણે આ ચરિત-કવિતા-ગ્રંથની શરૂઆત કરી હતી. પરંતુ વ્યક્તિના જીવનમાં કુદરતનાં સર્જનો કહે, ચહાય ભાવિભાવના સર્જન કહો, અજબ હોય છે. આ રીતે તેમણે જીવનમાં ઘણી લીલી-સૂકી અને તડકી-છાંયડીઓ જોઈ, જેના પરિણામે તેમના “ત્રિભુવનતિલક'નું સર્જન વિરમી ગયું. આમ છતાં વ્યક્તિના જીવનમાં જેનાં મૂળ ઊંડાં મેલાં હોય તેવી ભાવના, ગમે તેટલી તડકી છાંયડી આવે તોપણ, એક વાર ભલે તે કરમાયેલી દેખાય, તે છતાં એનાં મૂળ તો સજીવન જ હોય છે અને પ્રસંગ પ્રાપ્ત થતાં એ પાંગરી ઊઠે છે. ભાઈશ્રી હીરાભાઈ માટે આ જ હકીકત છે. જીવનની લીલી-સૂકી અને તડકી-છાંયડીના યોગે વિરમી ગયેલી “ત્રિભુવનતિલકની રચના આજે સર્વા ગે પાંગરીને ખીલી ઊઠી આપણી નજર સામે આવી છે. એમના જીવનના અનેરો સાથે તેમનો ભક્તિયોગ પણ ફળ્યો છે.
શાસ્ત્રોનું અવગાહન કરતાં આપણે જોયું છે કે પૌરાણિક કાળમાં અથવા પ્રાગૈતિહાસ કાળમાં સંખ્યાતીત રાજાઓ, મહામાયે, શ્રેષ્ઠીઓ વગેરે અનેકવિધ વ્યાપારમાં ડૂબેલા હોવા છતાં આંતરજીવનને લગતાં વિવિધ કાર્યો તેમણે કર્યા છે. આ જ રીતે પ્રાચીન ઐતિહાસિક યુગમાં શ્રેણિક, ચેટક, ઉદયન, શતાનીક, પ્રદેશિરાજ આદિ રાજાઓ, ઉપાસકદશાંગ આદિમાં આવતા કુબેરભંડારીને ભુલાવે તેવા આનંદ, ધન્ય, શાલિભદ્ર, કૃતપુણ્ય આદિ ધનાઢથ શ્રાવકેએ આંતરજીવનની સાધના માટે જ્ઞાન-ધ્યાનસમાધિની સાધના કરી હતી. આ જ યુગ સાથે સંબંધ ધરાવતા મહારાજા શ્રી સંપ્રતિરાજે આંતરજીવનની સાધના ઉપરાંત જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ માટે પોતાનું જીવન અને તન-મન-ધન, બધુંય સમર્પિત કરી દીધું હતું. મધ્યયુગમાં ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ દેવે ભક્તિગપ્રધાન જ્ઞાનયોગની સાધના કરી હતી. સજજન મંત્રી ઘવાયેલી અવસ્થામાં રણમોરચે બેસી પ્રતિક્રમણ જેવી
| કરતા હતા. મહામાત્ય વસ્તુપાલ, મંત્રી હોવા છતાં, તીર્થયાત્રાએ સંથે લઈ જતા. કળાધામ સમાં મંદિરનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડારોનું લેખન, સ્થાપના અને શાસ્ત્રાધ્યયન કરવા ઉપરાંત નરનારાયણનંદ, આદિનાથમનોરથસ્તોત્ર, અંતસમયની આરાધના, સુભાષિતનું નિર્માણ આદિ તેમના જીવનની મહત્ત્વની પ્રવૃત્તિઓ હતી. મંત્રી પેથડશાહ મંત્રીપદને લગતા સંખ્યાબંધ વ્યાપાર હોવા છતાં તેમણે ૫૪૪ ગાથા પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણ જેવાં પ્રકરણો કંઠે કર્યા હતાં; મંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર, જૈનાગનું શ્રવણ અને જ્ઞાનભંડારેની સ્થાપના આદિ કાર્યો કર્યા છે. ખંભાતના શ્રાવક શ્રી ઋષભદાસ કવિ વ્યાપારી હોવા છતાં તેમણે સંખ્યાબંધ રાસે, સ્તવનો, સજઝા, સ્તુતિઓની રચના કરી છે. આ રીતે પ્રાચીન અને મધ્યયુગીન આવી સંખ્યાબંધ વ્યક્તિઓનાં નામે આપણે અહીં ટાંકી શકીએ તેમ છીએ.
વર્તમાન યુગમાં પણ આવી સંખ્યાબંધ વ્યક્તિઓ આપણી નજર સામે છે, જે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ખૂચેલા હોવા છતાં, તેમના જીવનમાં અનેક કાર્યો સાવધાની અને કુશળતાથી કરી રહ્યા છે. ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા, સોલિસિટરનો ધંધો હોવા છતાં, તેમણે તેમના જીવનમાં અધ્યાત્મકલ્પદ્રુમ, આનંદધનપદસંગ્રહ, શાંતસુધારસ, જેને દષ્ટિએ ગ, આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા અનેક ગ્રંથો અને અનુવાદે તૈયાર કરી આપણને ભેટ આપ્યા છે. ઉપમિતિભવપ્રપંચો કથા જેવા પ્રાસાદભૂત ગ્રંથનું ભાષાંતર અને સિદ્ધર્ષિ, એ તો એમની મહામૂલ્યવતી રચના જ ગણાય. ભાઈશ્રી
Page #3
--------------------------------------------------------------------------
________________ ર૩ ] " : સામાજલિ મોહનલાલ દલીચંદ દેસાઈ, વકીલાતની પ્રવૃત્તિવાળા હોવા છતાં, તેમણે આપણને જૈન સાહિત્યનો ઈતિહાસ, જૈન ગુર્જર કવિઓ જેવી બીજી નાની-મોટી અનેક કૃતિઓ આપી ગયા છે. જેને કેન્ફરન્સ હેરલ્ડ અને જૈન યુગના તેઓ તંત્રી હતા. જીવનમાં તેમણે આવી સાહિત્યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને ન્યાય આપે છે. બીકાનેરવાસી ભાઈશ્રી અગરચંદ નાહટા એમની જીવનપ્રવૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં ઘણી વિશાળ છે. શ્રી જિનચંદ્રસૂરિ, બીકાનેર લેખસંગ્રહ આદિ અનેક ગ્રંથ તૈયાર કરવા ઉપરાંત તેમણે પિતાના જીવનમાં અનેક વિષને આવરી લેતા હજારે લેખ લખ્યા છે. આજે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં તેમની સાહિત્યિક પ્રવૃત્તિ સતત ચાલુ જ છે. બાબુ શ્રી પૂર્ણચંદ્રજી નહાર પણ એક વિશિષ્ટ કાર્યકર હતા. તેમણે પ્રાચીન લેખસંગ્રહના અનેક ભાગો તૈયાર કર્યા છે. આ સ્થળે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું નામ પણું વીસરી શકાય તેમ નથી. અનેક પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓમાં લીન હોવા છતાં, તેમણે પોતાના જીવનમાં ધાર્મિક, સામાજિક, શિક્ષણ, જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં કુશળતાપૂર્વક પ્રવૃત્તિ આદરી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું સંચાલન એમની પ્રતિભાને જ આભારી છે. આજે આપણે ત્યાં સાહિત્ય આદિ ક્ષેત્રોમાં પ્રવૃત્તિ કરનાર અનેક વિદ્વાને છે એમાં જરાય શંકા નથી. પણ અહીં તો મારે એ વસ્તુ કહેવાની છે કે વ્યાપારી જીવન જીવનારના જીવનમાં આવી પ્રવૃત્તિએને બહુ ઓછો અવકાશ હોવા છતાં પ્રાચીન યુગમાં, મધ્ય યુગમાં અને અર્વાચીન યુગમાં અનેક મહાનુભાવો આવી સાધના કરી ગયા છે, અને કરી રહ્યા છે. ભાઈશ્રી હીરાભાઈ પણ એક વ્યાપારી જ છે. તેમણે સંસારની લીલી-સૂકીમાંથી પસાર થઈ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જીવનને લગતી પિતાની " ત્રિભુવનતિલક” કાવ્યરચના આપણને આપી છે એ એમના ભગિની વિશિષ્ટ સાધના છે. ઉપર, ઈતિહાસકાલીન જે જે વ્યક્તિઓનાં નામો ઉલ્લેખ કર્યો છે તે અને તે કેટિની અન્ય વ્યક્તિઓ, જેમનું જીવન વિશુદ્ધ ભાવનાપરાયણ છે, તે બધી મારી નજરે ઊર્ધ્વગામી અને વિશિષ્ટ ભક્તિયોગની સાધક છે એમાં લેશ પણ શંકા નથી. આવા ભક્તિયોગે આપણને વિધવિધ વિષયનાં શાસ્ત્રોનો ખજાનો અર્પણ કર્યો છે. - ભાઈશ્રી હીરાભાઈની કવિતા પરીક્ષાની દૃષ્ટિએ ગમે તેવી મનાતી હો, તે છતાં મારી દૃષ્ટિએ કવિતામાં જે સાહજિકતા હોવી જોઈએ તે આ કવિતામાં મને દેખાઈ છે. શબ્દોની અને અર્થની ગૂંથણી પણ રસિંક, રોચક અને પ્રાસાદિક છે. કવિતાની રચના તાણીતૂસીને કરી હોય તેમ પણ નથી. આ બધું છતાં, ભક્તિયેગમાં આપ્યાવિત કે તરબળ આત્મસંતુષ્ટ કવિને, પોતાના આંતરિક ભકિતયોગ સાથે જ સંબંધ હોઈ પોતાની કવિતા માટે કોઈનાય અભિપ્રાય કે સ્તુતિની કામના હતી નથી અને હોવી પણ ન જોઈએ, એ જ ભકિતયોગની વિશિષ્ટ સાધનાની સિદ્ધિ છે. ત્રિભુવનતિલક”ની રચનામાં જે વિભાગો પાડ્યા છે અને પરમાત્મા મહાવીર ભગવાનના જીવનનાં જે જે પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે, તેને વિવેક સુયોગ્ય રીતે થયો છે. અંતમાં એટલું કહેવું બસ થશે કે ભાઈશ્રી હીરાભાઈ એ લીલી-સૂકીમાંથી પસાર થવા છતાં, પિતાના અંતરમાં સંઘરી રાખેલી " ત્રિભુવનતિલકની રચનાને વર્ષને અંતે પણ મૂર્તરૂપ આપ્યું એ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની યોગ પરિભાષામાં કહીએ તો, તેમની અવંચક યોગભૂમિકાના ભકિતયોગનું ફળ છે. ભાઈશ્રી હીરાભાઈ એ સાધેલા આ ભક્તિયોગને જીવન પર્યત જીવનમાં જીવતો રાખી દેવ-ગુરુ-ધર્મની અને આંતરિક આત્મગની સાધના અને આરાધનામાં તત્પર રહી જીવનને સવિશેષ ઉજજવળ અને ધન્ય બનાવે, એ જ મંગળ શુભ કામના છે. [‘ત્રિભુવનતિલક મહાકાવ્ય ', પુરોવચન, સં. 2022]