Book Title: Sukhno Tap Author(s): Mafatlal Sanghvi Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf Catalog link: https://jainqq.org/explore/230267/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ સુખનો ખપ - શ્રી મફતલાલ સંઘવી આ દુનિયામાં યથાર્થ સુખની ભૂખવાળા માન છે જ બહુ ઓછા. નહિતર દુઃખની શી મજાલ છે કે તે અહીં ડેરા-તંબુ નાખીને વર્ચસ્વ જમાવી શકે. દુન્યવી માનવી પ્રતિકૂળતાને “દુઃખ” ગણે છે. સાનુકૂળતાને “સુખ” ગણે છે. પણ એવા માણસે કેટલા કે જેઓ પિતા સિવાયના અન્ય માનવ-પ્રાણીઓને પ્રતિકૂળ ન બનવાની ખરી ખેવનાપૂર્વક જીવન જીવતા હોય ? કોઈ પણ જીવની સાનુકૂળતાના ભેગે નિજ પ્રતિકૂળતા દૂર કરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ રેતીના કણમાંથી તેલ કાઢવા જેવી મિથ્યા છે. “જીવ માત્રને સુખ પ્રિય છે. એ સિદ્ધાંતને ત્રિવિધ સમર્પિત થવાની કળાસાધનાનું બીજું નામ ધર્મ સાધન છે. જ્યાં જ્યાં જડને રાગ, ત્યાં ત્યાં શ્રી જિનાજ્ઞાને ભંગે. જ્યાં જ્યાં જીવને શ્રેષ, ત્યાં ત્યાં શ્રી જિનાજ્ઞાને ભંગ. અનાદિ કાળથી કઠે પડી ગયેલા આ બે મહાગની રામબાણ ઔષધિ તો છે જ. પણ જ્યાં સુધી આપણને આ બે મહારોગ, મહારોગરૂપે ખટકે નહિ, ત્યાં સુધી તેને દૂર કરનારી ઔષધિ તરફ આપણું ધ્યાન કઈ રીતે ખેંચાય ? રાગરહિત જીવનના સર્વોચ્ચ શિખરે બિરાજતા શ્રી વીતરાગ પરમાત્માને ત્રિવિધે ભાવપૂર્વક નમવાથી, ભજવાથી, પૂજવાથી જડતા રાગની જડ ઉખડવા માંડે છે અને જીવમૈત્રીનો પરિણામ પુષ્ટ બનવા માંડે છે. દુઃખનાં રોદણાં રોવાં અને તેના કારણરૂપ પાપની પરવા ન કરવી, તે ક્યારે ન્યાય? પિતાના સુખ માટે પરને દુઃખ પહોંચાડવું અને છતાં દુઃખ આવે ત્યારે દોષ બીજાને ઓઢાડે તે જાતિની ગતિ જીવને અધોગતિમાં ન ખેંચી જાય તે બીજું શું કરે? વાત કરવી આધ્યાનની ભયંકરતાની અને પંડને માની લીધેલા સુખ માટે પરને આર્તધ્યાનમાં ધકેલતાં પિતાને આંચકો પણ ન લાગે એ કેવી ગજબ છતા ગણાય ? મૌલિક સુખને અથ આત્મા, કદી કઈ પણ જીવને અસુખ અનુભવવું પડે એવી ચેષ્ટા સુદ્ધાં કરતું નથી. શ્રી વીતરાગ પરમાત્માની યથાર્થ ભક્તિના પ્રતાપે કેળવાતી જીવમત્રી જ્યારે હદયસાત થાય છે, ત્યારે સહન કરવામાં જે આનંદ અનુભવવા મળે છે તે સામાને સહન કરવું પડે, તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં નથી જ મળત. કેઈનું ય સુખ ઝુંટવી લેવાને કઈ અધિકાર આપણને ખરે? ના........ તે આજે આપણે જે જીવન જીવીએ છીએ તેનું મધ્યબિંદુ કોણ? સ્વાર્થ કે પરમાર્થ ? દયા કે નિડરતા? મૈત્રી કે દ્વેષ? આત્મશુદ્ધિ કે કર્મમાલિન્ય? આ ગ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથADE Page #2 -------------------------------------------------------------------------- ________________ 11 10 testoste stedestestastastestedestastastasteste destastastestosteste destestostestastastestestestadesteses testestostesteste destestosteste stedestacadesstastasestestes ધાસચ્છવાસ પૂરા કરીને પરલોકમાં સિધાવવું એ જીવનની વ્યાખ્યા નથી. જ્યાં જઈને કાયમી વસવાટ કરવાથી, ત્રણ જગતના કેઈ એક પણ જીવને પિતા થકી લવલેશ દુઃખ પહોંચતું નથી, યાને સંપૂર્ણ “અભય”નું સર્વોત્તમ પ્રદાન કરી શકાય છે, તે પરમપદને પામવાની પરમ પવિત્ર લક્ષ્મપૂર્વક અણમેલ માનવતવના પ્રત્યેક સમયને આપણે સાર્થક કરવો જોઈએ. - ચિત્તના જતિ-કળશમાં સર્વકલ્યાણની ભાવનાને અમૃત સિવાય, અન્ય કોઈ પદાર્થ ભરે, તે આપણને મળેલા જીવનની લાઘવતા કરવા બરાબર છે. પુણ્યાધીન સાનુકૂળતાએને યથાર્થ સુખની વ્યાખ્યામાં બાંધી લેવા, તે પણ એક પ્રકારની સંકુચિતતા તથા અજ્ઞાન છે. આજે આવીને આવતી કાલે જતું રહે તે સુખને “સુખ” કહેવાય કઈ રીતે? અને આવા ચંચળ સુખ કાજે માનવજીવનની એક પળ પણ કઈ રીતે વેડફી શકાય ? સુખ વિષેની યથાર્થ સમજના અભાવે જેટલું દુઃખ આજને માનવી જોગવી રહ્યો છે, તેટલું દુઃખ તે તે પાપોદય જન્મ પ્રતિકૂળતા વચ્ચે પણ કદાચ નહિ ભગવતે હોય. જેને સુખ જોઈતું હોય, તે માનવી દુઃખના કારણભૂત પાપને પ્રણામ કરે જ શા માટે? પચાસ–સે વર્ષના સીમિત જીવનને વિચાર કરીને જ જીવન ઘડવું તે દુઃખને નોતરવાની કુચેષ્ટા છે. ત્રણે ય કાળ સાથે જીવનના તારને બરાબર સાંધીને જીવન જીવવાની જે કળા શ્રી જિનેશ્વરદેવે પ્રકાશી છે, તેની સાધના ખૂબ જ જરૂરી છે. આજે દુઃખ પડ્યું એટલે તેના કારણની ઊંડી તપાસ કર્યા સિવાય જ ગમે તે માગે સુખી થઈ જવાને પ્રયત્ન આદરે તે દુખના વધુ ઊંડા ખાડામાં ગરકાવ થવું તે છે. દુઃખનો અણગમે પાય તરફના અણગમાને પ્રેરક બને છે. તેની સાથે જીવનમાં જે સત્ત્વ પ્રગટે છે, તેનાથી અદ્ભુત સ્વસ્થતા અનુભવાય છે. કર્મને કબજામાંથી છૂટવા માટે સર્વ કર્મયુક્ત શ્રી વીતરાગ પરમાત્માનું શરણું એ ત્રિકાલાબાધિત સચેટ ઉપાય છે. સાચું સુખ આત્મામાં છે. તેની શોધ ત્યાં કરો. બહાર સુખ હોત તે પ્રત્યેક સંસારી સુખી હોત. પ્રત્યેક ત્યાગી દુઃખી હોત. પાપકરણ વૃત્તિને વેગ આપવામાં જડને રાગ અને જીવને દ્વેષ મહત્ત્વને ભાગ ભજવે છે. નિષ્પા૫ જીવનની ખરી ભૂખ સિવાય, સુખની ઝંખને માત્ર ઝંખના જ રહેશે. “મારે સુખી થવું જ છે એવા નિર્ધાર સાથે જેઓ પોતાના જીવનની પ્રત્યેક પળને જાગૃતિપૂર્વક સદુપયોગ કરે છે, તેમ જ કોઈ માનવ-પ્રાણીને દુઃખ પહોચે એવી વૃત્તિથી વેગળા રહે છે, તેમને “દુઃખ” કયાંથી હોય ? શાશ્વત સુખને અથી સર્વ કાળમાં સુખી હોય છે. ADS શ્રી આર્ય કાયાણા ગોતમ સ્મૃતિગ્રંથ