Book Title: Snatra Puja Introduction Author(s): Unknown Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/290015/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના અહિંસાનાઅણુવ્રતની સમજણ આ તારવણીનો મોટો ભાગ “શ્રાવકનાબાર વ્રતો યાને શ્રી નવપદ પ્રકરણ ગ્રંથનો ગુજરાતી ભાવનુવાદ” ગ્રંથ ઉપરથી તૈયાર કરેલ છે. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણવ્રત:“નિષ્કારણ, નિરપરાધી, ત્રસજીવોની સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ”. 1. આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના જીવોમાંથી ફક્ત ત્રસજીવોની જ હિંસાનો ત્યાગ ગૃહસ્થપણામાં કરવામાં આવે છે. શ્રાવક જીવનમાં સ્થાવર જીવોની (એકેંદ્રિય જીવોની) હિંસાનો ત્યાગ અશક્ય છે. 2. આ વ્રતમાં ત્રસ જીવોમાં પણ સંકલ્પથી એટલે કે મારવાની બુદ્ધિથી, હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. પણ મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી, રસોઈ આદિની પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વગેરે કારણોથી ત્રસ જીવો હણાઇ જાય તો તેવી આરંભ-જન્ય હિંસાનો ત્યાગ કરાવાયોનથી 3. આ વ્રતમાં ત્રસ જીવોમાં પણ નિરપરાધીજીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. કોઈ બદમાસવ્યક્તિ સ્ત્રીની લાજ લેતો હોય, ઘરમાં ચોર પેઠો હોય, હિંસક પ્રાણી હુમલો કરે, કૂતરું કરડવા આવે, રાજા હોય તો શત્રુની સાથે લડવું પડે, વગેરે પ્રસંગોમાં અપરાધીને યથાયોગ્ય શિક્ષા આદિ કરતાં સ્થૂલએટલે કે ત્રસ જીવોની હિંસા થઈ જાય છે. અપરાધીને મારવો પડે તો તેમાં થતી હિંસાનો ત્યાગ આ વ્રતમાંકરાવાયો નથી. 4. આ વ્રતમાં ત્રસ જીવોમાં પણ નિષ્કારણ હિંસાનો ત્યાગ છે. નિરપરાધી હોવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, તેમ જ બરોબર કામ ન કરનાર નોકર આદિને કે અપલક્ષણા બળદ આદિને મારવાનો પ્રસંગ આવે તો તો તેમાં થતી ત્રસ હિંસાનો ત્યાગ કરાવાયો નથી. એનો અર્થ એ નથી લેવાનો કે ગૃહસ્થપણામાં ખેતી, રસોઈ આદિની પ્રવૃત્તિમાં ત્રસ જીવોના નાશથીપાપનાકર્મો નથી બંધાતા. શ્રાવક જીવનમાં ખેતી, રસોઈ આદિની પ્રવૃત્તિમાં પાપના કર્મો જરૂર બંધાય છે પણ તેમાં મારવાની બુદ્ધિ કે ભાવના ન હોવાથી તે પાપના કર્મો ની માત્રા ઘણી જ ઓછી હોય છે. એટલે કે આ વ્રતથી શ્રાવક “મોટા પાપ”કરતા અટકે છે.તેનામાંમારવાની બુદ્ધિ કે ભાવના ન હોવાથી તે“અનંતાનુબંદ્ધી” અને “અપ્રત્યાખાની”જેવા મોટા પાપ બાંધતોનથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ટુંકમા સ્થૂલ પ્રાણાતિપાતનુ વ્રત લેનાર શ્રાવક સંકલ્પ અને નિરપરાધ પ્રાણાતિપાતથી જ નિવૃત્ત થાય છે. • · • • •. જો કે શ્રાવક આરંભી પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી શકે નહિ, તો પણ તેમાં યતનાથી એટલેકે જીવ હિંસા ઓછી થાય તેવી કાળજીથી પ્રવૃત્તિ કરવી જોઈએ શ્રાવકે સાપરાધ પ્રાણાતિપાતની ક્રિયા કરતી વખતે હૃદય નિર્દયનિષ્ઠુર ન બને તે રીતે(સાપેક્ષ ક્રિયાથી) પ્રવૃત્તિ કરવી જોઈએન કરવી (નિર્દયતા કે નિષ્ઠુરતા) નિરપેક્ષતા . .જોઈએ શ્રાવકના અહિંસાનાઅણુવ્રતામાંકંદમૂલ કે બીજા વેજીટેબલ ના ત્યાગનો ઉલ્લેખ કરવામા આવેલ નથીઅને જૈન આગમ સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ નથી. એટલે આપણે કહિશકીયે કે કંદમૂલ નહિ ખાવાની પ્રથા પ્રાચિન નથી. તેમ છતા વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ પોતાની સાધનામાં આગળ વધવા માટે કોઈ પણ વસ્તુના ત્યાગ કરવાથી અગળ વધિશકતો હોય તો તેમ કરવુ. તેને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહે છે અને તે વ્રત વ્યક્તિગત લેવાનુ હોય છે.આ પ્રમાણે કંદમૂલનાત્યાગના વ્રતને ૧૨મી સદિ પછી “ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં” એટલે કે વ્યક્તિગત વ્રત તરીકે દાખલ કરેલ છે. Jaina Education Committee. Pravin K Shah