Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રાવક કવિ ષભદાસ
ચીમનલાલ એમ. શાહ, “કલાધર' મધ્યકાલીન જૈન સાહિત્યમાં જૈન સાધુ કવિઓ ઘણા બધા થયા છે, પરંતુ જૈન ગૃહસ્થ કવિઓ આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ છે. સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલા કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ઉત્તમ સાહિત્ય સર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમનું સ્થાન તેમના સમકાલીન મહાકવિઓ કવિ નયસુંદર અને કવિ સમયસુંદરની સમકક્ષાએ આવે
કવિ ઋષભદાસ ખંભાતના વીસા પ્રાધ્વંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદે હતું. કવિએ રચેલ ભરત બાહુબલી રાસ'માં તેમની માતાને ભકિત ભાવથી વંદન કરતાં કવિ લખે છે : “જનની સરૂપાદેને શિરનામી, જડ્યો ભારતનો રાસ રે.” તેમના પિતામહ-દાદાજીનું નામ મહીરાજ હતું. મહીરાજ વિસલદેવ ચાવડાએ સં. ૧૦૬૪માં વસાવેલ વિસનગર (વિસનગર)ના વતની હતા. મહીરાજે છે રી પાલિત સંઘ કાઢી શત્રુંજ્ય, ગિરનાર, જુનાગઢ, આબુ અને દેલવાડાની જાત્રા કરી હતી અને સંઘવીનું બિરૂદ પામ્યા હતા. કવિના પિતા સાંગણે પણ જૈન તીર્થોનો પદયાત્રા સંઘ કાઢીને પોતાના પિતાને અનુસર્યા હતા. કવિના પિતા સાંગાણ ધંધાર્થે ખંભાત આવી વસ્યા હતા. ત્યાં તેમણે વેપારમાં ઘણી બધી સિદ્ધિ અને સંપત્તિ મેળવી હતી.
કવિ ઋષભદાસે ૩૫ જેટલી મોટી પદ્યકૃતિઓ અને ૪૦૦ જેટલાં ઉર્મિગીતો, સ્તવન, સઝાયો અને થોયો (સ્તુતિ) આદિનું વિપુલ સાહિત્ય સર્યું છે. - કવિ ઋષભદાસ ખંભાતના વતની હોવાથી તેમણે પોતાના વતન ખંભાતનું વર્ણન પોતાની કૃતિમાં સચોટ રીતે કર્યું છે. તે પરથી સત્તરમી સદીમાં ખંભાતની અને ગુજરાતની જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતરિવાજ વગેરે પર પ્રકાશ પડે છે. ખંભાતના એ સમયે ખંભનગર, ઋષભનગર, ત્રંબાવતી, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી એમ જુદાં જુદાં નામ કવિએ પોતાની કૃતિઓમાં ઉલેખ્યા છે. ખંભાતમાં રહીને કવિએ પોતાની કૃતિઓની રચના કરી હતી. એટલે તેમાંથી સત્તરમા શતકના પૂર્વાર્ધના ખંભાતનું એટલે કે બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતનું વર્ણન મળી આવે છે. તેમણે ઋષભદેવ રાસમાં લખ્યું છે :
શ્રાવક કવિ ઋષભદાસ
Page #2
--------------------------------------------------------------------------
________________
નગર ત્રંબાવતી અન્ય હઈ છઈ સારી, ઇન્દ્ર જમ્યા નર પાની નારી; વાહણ વખાર્ય નર બહુ વ્યાપારી, સાયર લહેર સભત જય વારી, તપનત્તર પોલીઉં કોટ દરવાજા, સાહાં જાહાંગીર જસ નગરનો રાજા; પ્રાસાદ પચ્ચાસીઅ અતિહિં ઘંટાલા, જ્યાંહા બિતાલીશ પૌષધશાળા; અસ્તુ ઝૂંબાવતી બહુએ જનવાસે, ત્યાહાં મિં બેડીઓ રીષભનો રાસો.
“ચંબાવતી (ખંભાત) નગરી ઘણી સારી છે. ત્યાં ઈન્દ્ર જેવા પુરુષો અને પદ્મિની જેવી સ્ત્રીઓ વસે છે. ત્યાં ઘણાં વહાણો અને વખારે છે. ઘણાં વેપારીઓ ત્યાં વસે છે. અહીં સમુદ્રની લહેરો આવે છે અને તેનું પાણી શોભી રહ્યું છે. નગરમાં ત્રણ દરવાજા (જે આજે પણ મોજુદ છે.), નગરને ફરતો કોટ અને ઘણા દરવાજા છે. તેનો બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાશી ઊંચા જિનમંદિરોપ્રાસાદો અને બેતાલીશ પૌષધશાળાઓ-ઉપાશ્રયો છે. આવા ખંભાતનગરમાં ઘણી વસતી છે; જ્યાં મેં આ રાસની રચના કરી છે.”
કવિ ઋષભદાસે રચેલ હિતશિક્ષારાસ (૧૬૨૬) મલ્લિનાથરાસ (૧૯૨૯) અને હીરવિજયસૂરિરાસ (૧૯૨૯)માં ખંભાતનું વિસ્તૃત વર્ણન આવે છે. આ ઉપરાંત શ્રેણિકરાસ (૧૬૮૨) અને ભરત બાહુબલીરાસ (૧૬૨૨)માં પણ ખંભાતનું હુબહુ વર્ણન જોવા મળે છે.
ધર્મભાવનાને વરેલા સંઘવી સાંગાણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ પોતે અહંદભકત અને ક્રિયાશીલ શ્રાવક હતા. હીરવિજયસૂરિ રાસમાં જણાવ્યા પ્રમાણે તેમણે પણ શેત્રુજ્ય ગિરનારી સંસર યાત્રો; સુલશષ ભણાવ્યા બહુ છાત્રો.
શત્રુંજ્ય, ગિરનાર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રા કવિએ કરી હતી. ઘણાં હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. તેમને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્યનું પણ સારું જ્ઞાન હતું. આમ કવિ એક બહુશ્રુત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી વિભૂતિ હતા. પોતાના ઉત્તમ આચાર વિચારથી તેમણે જૈન સાધુઓ અને શ્રાવકોમાં ભારે ચાહના મેળવી હતી. પોતાને એક પરમ શ્રાવક તરીકે ઓળખાવવામાં તેઓ ગૌરવ માનતા અને જૈનધર્મ પ્રમાણે શ્રાવકના આચારને ચુસ્તપણે પાળતા. તેઓ રોજ સાધુ ભગવંતોને વંદન, જિનપૂજા, વ્યાખ્યાન શ્રવણ, સ્વાધ્યાય આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા. હિતશિક્ષારાસમાં કવિ જણાવે છે : સંઘવી સાંગણનો સુત વારું ધર્મ આરાધતો શકિત જ સારું, ઋષભકવિ તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે, સમજ્યો શાસ્ત્ર તાણાં વિચારો, સમકિત શું વ્રત પાલતો બારે, પ્રહ ઉઠી પડિક્કમણું કરતો, બેઆસાનું વ્રત તે અંગે ધરતો, ચઉદે નિયમ સંભારી સંક્ષેપુ, વીરવચન રસે અંગે મુજ લેપુ, નિત્ય દશ દેરાં જન તણાં જુહારું, અક્ષત મૂકી નિત આતમ તારું,
થી વિખ્યાત ચ nat cી in
Page #3
--------------------------------------------------------------------------
________________
સાંહિ,
આઠમ પાખી પૌષધમાંહી, દિવસ અતિ સજ્ઝાય વીરવચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નિવ ચૂટું. મૃષા અદત્ત પ્રાય નહિ પાપ, શીલ પાલુ મનવચકાય આપ, પાપ પરિગ્રહે ન મિલું માંહિ, દિશ તણું માન ધરું મનમાંહિ, અભક્ષ્ય બાવીશને કર્માદાન, પ્રાયે ન જાયે ત્યાં મુઝ ધ્યાન, અનરથ દંડ ટાલુ હું આપ, શાસ્રાદિકનાં નહિ મુજ પાપ.
કવિ ઋષભદાસના દાદા અને પિતાએ સંઘ કાઢેલો એટલે ઋષભદાસની પણ સંઘવી અટક પડેલી જણાય છે. સંઘપતિ તિલક ભલું જ ધરાવું - એવો મનોરથ તે ધરાવતા તે ઉપરથી મહેચ્છા છતાં પોતે સંઘ કાઢ્યો નહીં હોય તેમ જણાય છે. આમ છતાં કવિ ઋષભદાસ એક શ્રીમંત ગૃહસ્થ હતા અને તેમને શીલવતી તેમજ સુલક્ષણા પત્ની, બહેન, ભાઈની જોડ અને એકથી વધારે બાળકો હતા. તેમને ઘરે ગાય-ભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ તેમના ઉપર પ્રસન્ન હતી. એટલે કે પૈસે ટકે તે સુખી હતા. તેમનું કુટુંબ બહોળું-મોટું અને સંપીલું હતું. તેઓ ધાર્મિક જીવન ગાળતા અને સર્વ વાતે સુખી હતા. તેમના પુત્રો વિનયી હતા. તેમને ઘેર ઘોડા, ગાય, ભેંસ, બળદ, ઘણાં ગાડાં તેમજ વહેલો (રથ) હતી. અને લોકોમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. રાજદરબારમાં તેમનું સારું માન હતું. તેમનું મકાન સ્વચ્છ સ્થળે સારા લત્તામાં હતું અને ઘણા લોકો તેમના તરફથી ઘણી આશાઓ સેવતા હતા. તે ઘણા લોકો ઉપર ઉપકાર પણ કરતા અને સુખમાં દિવસો પસાર કરતા હતા. આ સઘળી બીના તેમણે વ્રતવિચારરાસ, કુમારપાલરાસ, હિતશિક્ષારાસ અને હીરવિજયસૂરિરાસમાં સ્પષ્ટ જણાવી છે.
કવિના વતન ખંભાતની માફક કવિના ધર્મગુરુઓ વિશે પણ સઘળી માહિતી કવિની વિવિધ કૃતિઓમાંથી મળી આવે છે. કવિ તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતામ્બર વીસા પોરવાડ જૈન વિણક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ-અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬૫૨ (સન. ૧૫૯૬) માં થયો હતો. તે સમયે કવિની ઉમર ૨૧ વરસની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી સવાઈ જગદ્ગુરુનું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરુ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. નેમિનાથ રાજીમતી સ્તવનમાં તેમણે કહ્યું છે :
તપગચ્છ મુનિવર સયલ સુખકર શ્રી વિજયસેનસૂરિસરો;
તસતણો શ્રાવક ઋષભ બોલે, થુણ્યો નેમિજિનેશ્વરો.
વિજયસેનસૂરિ પાસે ઋષભદાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એક દિવસ વિજયસેનસૂરિએ પોતાના કોઈ એક શિષ્ય સારું સરસ્વતીદેવીને પ્રસન્ન કરી પ્રસાદ (લાડુ) મેળવ્યો હતો મેળવી તે રાત્રે ઉપાશ્રયમાં
શ્રાવ વિ ષભદામ
૨૨૯
Page #4
--------------------------------------------------------------------------
________________
સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં એ વાત આવી. સવારે એમણે ગુરૂને પ્રસન્ન કરી તે પ્રસાદ પોતે જ મેળવી લીધો અને તે મહાવિદ્ધાન થયા. આ દંતકથા બાજુમાં રાખીએ તો પણ એટલી વાત તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં સરસ્વતીમાતાની ભાવપૂર્વક સ્તુતિ કરી તેનો ઋણ સ્વીકાર કરે છે. ઋષભદેવ રાસમાં કવિ કહે છે :
સરસિત ભગવિત ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાગેશ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર; બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાદિની નામ,
વાણી વચન દીઉ અસ્યા, જયમ હોય વંછયું કામ.
કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ અને ૫૮ જેટલા સ્તવનની રચના કરી હતી. અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની ચાલીશેક રચનાઓ પ્રકાશમાં આવી છે તે આ મુજબ છે (૧) ઋષભદેવ રાસ (૨) વ્રતવિચાર રાસ (૩) સ્થૂલિભદ્ર રાસ (૪) સુમિત્રરાજર્ષિરાસ (૫) કુમારપાલ રાસ (૬) નવતત્ત્વરાસ (૭) જીવ વિચારરાસ (૮) અજાકુમારરાસ (૯) ભરત બાહુબલીરાસ (૧૦) સમકીતસારરાસ (૧૧) ક્ષેત્રસમાસરાસ (૧૨) ઉપદેશમાલા રાસ (૧૩) હિતશિક્ષારાસ (૧૪) પૂજાવિધિરાસ (૧૫) જીવંતસ્વામી રાસ (૧૬) શ્રેણિકરાસ (૧૭) કયવન્નારાસ (૧૮) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ (૧૯) મલ્લિનાથ રાસ (૨૦) હીરવિજયસૂરિરાસ (૨૧) વીસસ્થાનક તપ રાસ (૨૨) અભયકુમાર રાસ (૨૩) રોહિણઆ રાસ (૨૪) સમઈસરૂપ રાસ (૨૫) દેવગુરુસ્વરૂપરાસ (૨૬) કુમારપાલનો નાનો રાસ (૨૭) શ્રાદ્ધવિધિ રાસ (૨૮) આર્દ્રકુમાર રાસ (૨૯) પુણ્યપ્રશંસારાસ (૩૦) વીરસેનનો રાસ (૩૧) શત્રુંજયરાસ (૩૨) શીલશિક્ષારાસ.
કવિની રાસ કૃતિઓ ઉપરાંત બીજી નાની સાહિત્યકૃતિઓ આ પ્રમાણે છે : (૧) નેમિનાથ નવરસો (૨) આદિનાથ આલોચન સ્તવન (૩) આદિનાથ વિવાહલો (૪) બારઆરા સ્તવન (૫) ચોવિસ જિન નમસ્કાર (૬) તીર્થંકર ચોવીસના કવિત (૭) મહાવીર નમસ્કાર. આ ઉપરાંત કવિએ ૩૩ બીજાં સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો, ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સજ્ઝાયો વગેરેની રચના કરેલી છે.
કવિ ઋષભદાસના જન્મ અને મૃત્યુ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. કવિ ઋષભદાસની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચના સાલ જ તેમનો જીવનકાલ નકકી કરવામાં સહાયરૂપ બને છે. ઉત્કૃષ્ટ મધ્યકાલીન સાહિત્યકૃતિ તરીકે જેની ગણના કરી શકાય તેવી કવિની પ્રથમ સાહિત્ય કૃતિ ઋષભદેવરાસ સં. ૧૬૬૨માં એટલે કે ઈ.સ. ૧૬૦૬માં રચાયેલી કૃતિ છે. પરંતુ રચના સાલના ઉલ્લેખ વિનાની કવિની બીજી નવેક કૃતિઓમાંથી બે કે ત્રણ કૃતિઓ ઋષભદેવરાસ પહેલા રચાઈ હોવાનો સંભવ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે સં. ૧૬૦૧ થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી જ ગણી શકાય. આ જોતાં કવિ નયસુંદરના કવનકાળના અંતભાગમાં
૨.૩૦
શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________ અને કવિ સમયસુંદરના કવનકાળની લગભગ સાથોસાથ કવિ ઋષભદાસનો કવનકાળ શરૂ થાય છે. હવે બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્ય વાંચન અને પરિપકવતા માટે તેમના જીવનનાં 25 વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે એટલે સં. ૧૬૦૧માં તેમની ઉમર આશરે 26 વર્ષની ગણી શકાય. અને એ હિસાબે તેમને જન્મ સને 1575 આસપાસ મૂકી શકાય. આ જોતાં તેમનો જન્મ નયસુંદર પછી 23 વર્ષે અને સમયસુંદર પછી 21 વર્ષે થયેલો ગણાય. હવે રચના સાલ હોય એવી કવિની 24 કૃતિઓમાંથી છેલ્લી કૃતિ રોહણિયા રાસ સં. 1688 (ઈ.સ. ૧૬૩૨)માં રચાયેલી છે. અને ત્યારપછી પણ કવિએ બીજી એકાદ બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ સન 1934 સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સન 1635 આસપાસ મૂકી શકાય. કવિ ઋષભદાસનો સ્વર્ગવાસ નયસુંદરના સ્વર્ગવાસ પછી અને સમયસુંદરના સ્વર્ગવાસ પહેલા થયેલ ગણી શકાય. આ ગણતરીએ ચાલીએ તો તેમના જીવનની પૂર્વ મર્યાદા ઈ.સ. 1575 અને ઉત્તર મર્યાદા ઈ.સ. ૧૬૩૫ની લેખતા તેમને ઓછામાં ઓછો જીવનકાળ 60 વર્ષનો અને કવનકાળ સન 1601 થી 1634 સુધીનો એટલે 34 વર્ષને ગણી શકાય. કવિ ઋષભદાસની કૃતિઓમાં ઉચ્ચ પ્રકારની કવિત્વશકિત અને વિશિષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. ઋષભદાસ ગૃહસ્થ કવિ હોવાથી તેમની ભાષા સાધુકવિઓની જેમ રૂઢિચુસ્ત નહિ પણ અર્વાચીન જણાય છે. કવિની થયો, સ્તવનો, સઝાયો વગેરેનો ઉપયોગ આજે પણ જૈન ગૃહસ્થો અને સાધુઓ ભાવપૂર્વક કરે છે એ કવિ ઋષભદાસની લોકપ્રિયતા દર્શાવે છે. આજે લગભગ પોણાચારસો વર્ષ બાદ પણ જૈનો એ સાધુચરિત કવિને ભકિતપૂર્વક યાદ કરે છે એ જ એમની ઉત્કૃષ્ટ સર્જક શકિતનો પરિચય આપે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનું વિપુલ અને વિશિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર કવિ ઋષભદાસ ગૌરવ લેવા જેવાઆપણા સર્જક છે. *