Book Title: Shraddhan ane Samyaktvano Kathamchit Bhed
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249619/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા શ્રદ્ધાન અને સમ્યકત્વને કથંચિત ભેદ શ્રદ્ધાન એ ઉત્તમ અધ્યવસાયરૂપ છે. તસ્વાર્થ શ્રદ્ધાન એ સમ્યકત્વનું કાર્ય છે. જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યકત્વ જરૂર હોય. દષ્ટાંત એ કે-જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણપર્યાપ્તા અને દશે પ્રાણને ધારણ કરનાર શ્રદ્ધાવાળા શ્રી તીર્થંકરદેવ આદિ મહાપુરુષોને સમ્યકત્વ જરૂર હોય છે. આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે-રસોડાના દૃષ્ટાંતે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ; પરંતુ જેમ તપાવેલા લોઢાના ગેળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે અને રસેડા આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યકત્વ હેય ત્યાં તે જીવને શ્રદ્ધા હોય અથવા ન પણ હોય. જેઓ પાછલા ભવનું સમ્યત્વ લઈને માતાના ગર્ભમાં ઊપજે છે, એવા શ્રી તીર્થંકર આદિ મહાપુરુષોને મનઃપર્યાપ્તિ પૂરી થયા પહેલાં એકલું સમ્યત્વ હેાય છે અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બન્ને સમ્યકત્વ અને શ્રદ્ધા હોય છે. આથી સાબીત થયું કે-ખરી રીતે સમ્યકત્વ અને શ્રદ્ધા એ બન્ને અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યકત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધારૂપ (કાય)ને ઉપચાર કરીએ તો બન્ને એક પણ કહી શકાય, એમ “ધર્મસંગ્રહમાં ૫. ઉ. મ.ના વચનેથી જાણી શકાય છે. તાત્પર્ય એ કે-શ્રદ્ધાન એ ઉત્તમ માનસિક અધ્યવસાયરૂપ છે, તેથી એકાંતે શ્રદ્ધા અને સમ્યકુત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્ત જીવેમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 173 અને સિદ્ધ પરમાત્મા વિગેરેમાં પણ સભ્યત્વનું લક્ષણ ઘટી શકે નહિ; કારણ કે-તેઓને મન નથી માટે શ્રદ્ધારૂપ સમ્યકત્વ પણ હોઈ શકે નહિ. શ્રી તીર્થંકરદેવોએ તે તેમને સમ્યકત્વ હોય એમ કહ્યું છે, જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ “આત્મપરિણામરૂપ સમ્યત્વ” એમ ફરમાવ્યું. આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે એમ સમજવું. વિચારશક્તિ ધ્યાન અને યોગના સ્વતંત્ર માર્ગે આ૫ણુ વિચારશક્તિના સવ્યય અને નિરોધને માટે જ જાયેલા છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે તે ગ છે. વિચારશક્તિ એ મહાન શક્તિ છે. વિશ્વમાં તમામ માયિક સુખદુઃખની ઉત્પત્તિ આ વિચારશક્તિના સદુપયોગથી અને દુરૂપયોગથી જ થાય છે અને મનની નિર્વિકલ્પ દશામાંથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે, જે શાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે.