Book Title: Samprati Raja Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201031/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ સંપ્રતિ રાજા ૩૧. સંપ્રતિ રાજા ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીના પાછલા ભાગમાં અને બીજી સદીની શરૂઆતમાં મહાન જૈન રાજા સંપ્રતિ થઈ ગયા. તે મહાન રાજા અશોકનો પૌત્ર અને રાજા કુણાલનો પુત્ર હતો. જૈન ઇતિહાસ તેમના જીવનની કેટલીક વિગતો આપે છે. બૌદ્ધ સાહિત્ય તેમનો ઉલ્લેખ પ્રાકૃત નામ સંપદીથી કરે છે. તેમના નામનો ઉલ્લેખ કેટલાક હિંદુ પુરાણોમાં પણ મળે છે. જ્યાં તેમનું નામ સંપ્રતિ, સંપતિ અને સપ્તતિ વગેરે મળે છે. વળી ચલણી સિક્કા પર તેમનું નામ અને અર્ધચંદ્રાકાર મળે છે. સિક્કા ઉપરની અર્ધચંદ્રાકાર છપ જૈનધર્મનું સિધ્ધશિલાનું પ્રતીક છે. નીચે આપેલ ત્રણ ટપકાં જૈનધર્મના પ્રતીકાત્મક સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સૂચવે છે. કેટલાક સિક્કા ઉપર ત્રણ ટપકાંની નીચે સાથિયો જોવા મળે છે. આ એમનો જૈન રાજા હોવાનો નક્કર પૂરાવો છે. રાજા સંપ્રતિનો ઉછેર અને અભ્યાસ અવંતિ નગરીમાં થયા હતા. ઇ.સ.પૂર્વે ૨૩૨માં તેઓ અતિ નગરના રાજા થયા. એ રાજકુમાર હતા ત્યારે એમણે જૈન પરંપરાના મુખ્ય આચાર્ય સુહસ્તિસૂરિ દ્વારા દોરવાતો જૈન વરઘોડો જોયો હતો. આચાર્યને જોઈને રાજા સંપ્રતિને લાગ્યું કે પહેલાં મેં ક્યાંક એમનજોયા છે. બહુ વિચારને અંતે તેમને જ્ઞાન થયું કે મારા પહેલાના ભવમાં આ આચાર્ય મારા ગુરુ હતા. રાજા સંપ્રતિએ ગુરુને વંદન કર્યા અને તેમને પૂછ્યું કે આપ ગયા ભવમાં મારા ગુરૂ હતા તે આપ જાણો છો ? થોડીવાર વિચારીને આચાર્યને યાદ આવ્યું કે રાજા સંપ્રતિ ગયા ભવમાં તેમના શિષ્ય હતા. રાજા સંપ્રતિના જીવનના વિવિધ પ્રસંગો આચાર્ય સુહસ્તિસૂરિ જ્યારે કૌસંબીમાં હતા ત્યારે ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળ દરમિયાન જૈન સાધુને ગોચરી મેળવવામાં બહુ તકલીફ પડતી હતી. જૈન ગૃહસ્થો સાધુને ગોચરી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખતા. તે સમયે એક ખૂબ જ ગરીબ માણસ ભૂખે જૈન કથા સંગ્રહ 121 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ મરતો હતો. એણે જોયું કે આવા ભયંકર દુકાળમાં પણ સાધુને પૂરતું ખાવાનું મળી રહે છે. તેણે પોતાના ખોરાક માટે આચાર્યને વિનંતી કરી, એ માણસ પછીના ભવમાં બહુ મોટો જૈન શ્રાવક થશે તેવી તેની શક્તિ છે એવું જાણતાં તેમણે તેને સાધુ થાય તો ખાવા મળે તેમ કહ્યું. ગરીબ માણસ તો તરત જ તૈયાર થઈ ગયો. નિયમ પ્રમાણે એને દીક્ષા આપી અને તેને ખાવાનું મળ્યું. કેટલાય દિવસનો ભૂખ્યો હોવાથી તેણે ભૂખ કરતાં વધારે ખાધું. તરત જ તેને પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. વધુ પડતું ખાવાને લીધે તે પોતાની જાતને શાપવા લાગ્યો. બીજા સાધુઓએ તેની ખૂબ જ ચાકરી કરી પણ દુખાવો ઓછો ન થયો. બલ્ક વધતો જ ગયો. અને અંતે તે નવદીક્ષિત સાધુ તે જ રાત્રે મરણ પામ્યા. સાધુત્વને કારણે તેમણે પોતાની જાત પર સંયમ રાખીને દર્દ શાંતિથી સહન કર્યું તેથી તે મહાન રાજા અશોકના પૌત્ર તરીકે જન્મ્યો. જ્યારે તે રાજા આચાર્યએ આ આખો બનાવતેને કહી સંભળાવ્યો. એ સાંભળીને સંપ્રતિ ખૂબ ખુશ થયા. થોડા સમય માટે પણ જૈનધર્મ સ્વીકારવાથી થયેલા લાભને સમજી શક્યા. એમણે શ્રદ્ધાથી આચાર્યને પોતાના ગુરુ બનાવીને જૈનધર્મ સ્વીકાર્યો. જ્યારે તે રાજા થયા કે તેમણે પોતાનું આખું રાજ્ય ગુરુને ચરણે ધર્યું કારણ કે તેમની કૃપાને કારણે તેને આ બધું મળ્યું હતું. જૈન સાધુ પોતાની માલિકીનું કશું રાખે નહિ તેથી આચાર્યએ તે સ્વીકારવાની ના પાડી. તેમણે જણાવ્યું કે રાજા તરીકે સંપ્રતિએ જૈનધર્મને પોતાના રાજ્યમાં ફેલાવવો જોઈએ અને લોકોને તે ધર્મ પાળવા પ્રોત્સાહિત કરવા જોઈએ. અવ્યું કે રાજા તરી મળ્યું હતું. સંપ્રતિએ આચાર્યની સલાહ માની લીધી. એ ચુસ્ત જૈન બની ગયા. તે ખૂબ જ બળવાન રાજા હોવાથી તેણે દક્ષિણમાં વિંધ્યાચલ સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી પોતાના રાજયનો ફેલાવો કર્યો. તેમણે ઘણાં જૈન મંદિરો બંધાવ્યા એટલું જ નહિ પણ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના રાજાઓને મંદિરો બાંધવા પ્રોત્સાહિત કર્યા. જૈન પરંપરા જણાવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતાં વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને છત્રીસ હજાર જેટલા મંદિરો કાં તો બંધાવ્યા અથવા જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધર્મકાર્યના ફેલાવા માટે તેમણે પોતાના સેવકોને અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બર્મા તથા ચીન મોકલ્યા. રાજા અશોકે પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો આ રીતે કર્યો હતો. તેથી ઇતિહાસકાર - વિન્સેટ સ્મિથ સંપ્રતિને જૈન અશોક કહે તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. એ જૈનધર્મીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર ભાવ રાખતા, અને તેમને બધી રીતે મદદરૂપ થતા. તેમને સ્પષ્ટપણે પોતાના આગલા ભવનો ભૂખમરો યાદ હોવાથી તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેમને ભૂખ્યા ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખતા. તેમણે સાતસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી જ્યાંથી લોકોને મફત જમવાનું મળતું. સંપ્રતિને કોઈ સંતાન ન હતું. આને પણ તે પોતાના આગલા કર્મોને કારણભૂત માનતા. જૈનધર્મના બધા જ સિદ્ધાંતોને બરાબર અનુસરીને ત્રેપન વર્ષ વિશાળ રાજ્ય પર રાજ કર્યા બાદ ઈ. સ. પૂર્વે 179 માં તેમનું અવસાન થયું. પછી તેઓ સ્વર્ગમાં જન્મ્યા અને ત્યાંથી મનુષ્ય ભવમાં થઈ મોક્ષે જશે. બીજાના ક્ષેત્રા કરવી એ જૈન ધ્રહ્મને અનુસરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. અને રાજા સંપ્રતિઍ આ ગુણ બતાવ્યો છે. તેમૉ મંદરૉના જીર્ણોદ્ધાર કર્યા છે નવા મંદિર બંધાવ્યા અથવા મંદિરોમાં તીર્થંકરૉની પ્રતિમાઓ ભરાવી છે ઍટલું જ નહિ, પણ ગ{બોને તેમના દુઃખ દર્દ દૂર 8૨વામાં પણ મદદઢપ થયા છે. આપણે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈઍ. થોડા સમય માટે પણ કરૈલા ધાર્મિક કાર્યો અર્નેકગણું પરિણામ આપૅ છે. તેનું એમના જીવન દ્વારા જાણવા મળે છે. વધારામાં તે સારા કાવ્યોની હારમાળાનું સર્જન કરે છે જે પરિણામ તરફ દોરી જાય છે. 122 | જૈન કથા સંગ્રહ