Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જી. ા. જૈન ગ્રન્થમાલા
પરિશુદ્ધ-અપરિશુદ્ધ નયવાદ અને સનયાશ્રિતની મધ્યસ્થતા
4
પ્રમાણુની દરેક વસ્તુ અનેક ધર્માંત્મક સિદ્ધ છે. તેનું કાઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાના અભિપ્રાય તે નયવાદ છે. જો એ અભિપ્રાય એકાંશસ્પર્શી હાવા છતાં તે વસ્તુના ખીન્ન અવિક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હાય અર્થાત્ તે અંશનું નિરસન કરવાના આગ્રહ ન ધરાવતા હાય અને પેાતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવત તે હાય, તેા તે ‘પરિશુદ્ધ નયવાદ’ છે. તેથી ઉલટું જે અભિપ્રાય પેાતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અÀાનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિશુદ્ધ નયવાદ એક અશના પ્રતિપ્રાદક છતાં ઈતર અÀાના નિરાસ ન કરતા હોવાથી તેને બીજા નયવાઢા સાથે વિરોધ નથી હોતા, એટલે છેવટે તે શ્રુતપ્રમાણના અખ`ડ વિષયના જ સાધક અને છે, અર્થાત્ નયવાદ જો કે હોય છે. અશગામી, પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હાય તેા તેનાવડે છેવટે શ્રુત પ્રમાણસિદ્ધ અનેક ધર્માંત્મક આખી વસ્તુનું જ સમન થાય છે. સારાંશ એ છે કે-બધા જ પરિશુદ્ધ નસવાદો પાતપેાતાના અંશભૂત વક્તવ્યદ્વારા એકદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પેાતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષ સુદ્ધાંનું નિરસન કરે છે, કારણ કે
૧૦ ]
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૧ તે જે બીજા અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શક્ત, એટલે બીજા અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશથી ઘડાયેલું છે, એટલે જ્યારે એ સાપેક્ષ અંશેને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે ત્યારે તેમાંથી એકે રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે–અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતે નયવાદ પિતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે, તેથી કઈ પણ એક વસ્તુ પરત્વે જેટલા વચન પ્રકારે મળી આવે અગર તે સંભવી શકે તેટલા જ તે વસ્તુપરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે એમ સમજવું જોઈએ. અભિપ્રાચ એટલે નયવાદે. વચનના પ્રકારો જેટલા જ નયવાદે સમજવા. એ બધા જ નયવાદે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ રહે છે તે જ પરસમયે એટલે જૈનેતર દૃષ્ટિએ છે. તેથી પરસ્પર વિરોધ કરતાં કે અંદરોઅંદર પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા ન હોય તે વાસ્તવિક રીતે તેટલા જ પરસમ છે અર્થાત્ એકબીજાનું નિરસન કરતી જેટલી વિચારસરણીઓ મળે અગર સંભવે તેટલા જ તે વસ્તુ પરત્વે દર્શને અને એ અજૈન. જેનદર્શન તે અનેક તે વિધી દર્શનેના સમન્વયથી ઉદ્દભવતું હોવાથી એક જ છે. અજેન અને જૈન દર્શનેનું નિયામક તત્ત્વ વિરાધ અને સમન્વય છે. પિતાના વકતવ્યના પ્રતિપાદનમાં જેને ઉદ્દેશ પરવિરોધને
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી જી. એ. જેન ચન્થમાલા હોય તે અજૈનદર્શન અને જેને ઉદ્દેશ સમન્વય હોય તે જેનદન.
અહીં પ્રશ્ન થાય છે કે–એક જ વસ્તુ પરત્વે નિત્યત્વઅનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જે જૈનદષ્ટિ હેય તે વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે, કારણ કે–એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિત્યત્વ ન સ્વીકારતાં નિત્યત્વ-અનિત્યત્વ અને સ્વીકારે છે. તેને ઉત્તર એ છે કે-વૈશેષિકદર્શનમાં નિત્યત્વ અને અનિત્યત એ વિરોધી બે અંગેનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયેનું સ્થાન છે ખરું ! પણ એ બને તો તેમાં સાપેક્ષપણે જાયેલા નથી. એમાં યોજાયેલા અને નયે પિતપિતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે, એટલે કે એ અને ન પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ છે, જેથી એ જૈનદર્શન નથી. એક એક છૂટે વાદ ગમે તેટલા પ્રબળ દેખાતે હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હેઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડી શક્તા નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પિતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત કરી શક્તા નથી. જ્યારે સમન્વય એ દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલ હોઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એ જ પ્રમાણે સામાન્ય વિશેષની બાબતમાં પણ છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બને નિરપેક્ષપણે છૂટા છૂટા જવામાં આવે તે એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઊભું કરે છે. જૈનદર્શન કઈ પણ એક જ વસ્તુ
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩ પરત્વે એ વિરોધી દેખાતા ધર્મોને સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિકદર્શન વસ્તુદે વિરોધી ધમને ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે.
કેટલાક લેકે જૈનદર્શન અને અર્જુનદર્શનને સરખા માનવાને ભ્રમ ફેલાવે છે. તેઓ બાલજીને ઉન્માર્ગે દોરવાને પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવોએ સમજવું જોઈએ કે–બધા ધર્મો પતપોતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છે એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પોતાની આત્મન્નિતિને એગ્ય ઉચ્ચ કેટિને ધર્મ કર્યો તેની સ્વયં શોધ કરવી જોઈએ અને મધ્યસ્થ દષ્ટિથી–પક્ષપાતરહિતપણે જે શેાધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તત્વવાદમાં મોટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિદ્ધ અવિનંવાદી ઉપદેશ મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુઓ છે. જૈનદર્શન કે જેમાં કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ ને અવિસંવાદી છે, તે તે એક શ્રી જૈનધર્મ જ છે. માટે આત્મશ્રેયના ઈચ્છે કે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવર્તન કરતાં અટવું જોઈએ. સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુન્હ છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ ધારણ કરે એ માટે ગુન્હો છે, ! અને અસદ્ભાવ થાય એવું પ્રવર્તન કરવું એ એથી પણ મે ગુન્હો છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪]
શ્રી જી. એ. જેન ચન્થમાલા આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી-ધારણ કરીને તત્ત્વાતવને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ અને કાચને સરખા માનવા જેવું કરે છે.” માધ્યસ્થતા એ ગેળ અને બળને સરખા માનવા માટે નહિ, પણ અપેક્ષાભેદ સમજી સમશીલ રહેવા માટે છે. માધ્યસ્થતા એ મહાન ગુણ છે, પરંતુ તેને આશ્રય ક્યાં? શા માટે? અને કેવી રીતે પરિણત હો જોઈએ? એ લક્ષગત કરવું જોઈએ. વિશાળષ્ટિ જેન મહાપુરુષોએ આ બાબતમાં કેવા ઉચ્ચ પ્રકારની માધ્યસ્થતા રાખી છે, તે નીચેની ઉ૦ ભગવાન શ્રી યશેવિડ વાચક આદિની ઉક્તિઓથી સમજી શકાય તેવું છે.
તિપિતાના અભિપ્રાચે સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નમાં જેનું મન પક્ષપાતરહિત સમાનભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ ન સપ્રતિપક્ષ છે. જે એક નય પક્ષપાતી તે અષ્ટ સિદ્ધાન્ત કહ્યો છે.”
સમ્મતિ તર્કમાં કહ્યું છે કે
સર્વ ન પિતતાના વક્તવ્યમાં સાચા છે અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખેટા છે, પરંતુ અનેકાન્ત સિદ્ધાન્તનો જ્ઞાતા તે ન “આ સાચા છે અને આ ખોટા છે” એવો વિભાગ કરતા નથી.”
પિતાના સિદ્ધાન્તનો વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી અને પર સિદ્ધાન્તને વિચાર રહિત
Page #6
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૫
કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તને આદર અથવા પરસિદ્ધાન્તનો ત્યાગ કરીએ છીએ.”
ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી પણ કહે છે કે –
“હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.”
જુદા જુદા સર્વ ન પરરપર વાદ અને પ્રતિવાદથી કદઈના પામેલા છે, પરંતુ સમવૃત્તિના સુખને અનુભવ કરનાર જ્ઞાની સર્વ નયને આશ્રિત હોય છે.”
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદે દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ નયને સમાનપણે ઈચ્છનાર હે ભગવન્! તમારે સિદ્ધાન્ત પક્ષપાતી નથી. ”
“બધાય વચન વિશેષ રહિત હોય તો તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાતે પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશુધનથી પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તે તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદ્વાદ જનાથી સર્વ નાનું જાણપણું હોય.” ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે
અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચાર. જે પ્રવચનથી
Page #7
--------------------------------------------------------------------------
________________ - 16] શ્રી જી. એ. જેને ચન્થમાલા ભિન્ન છે તેનું પણ બધું અસદુવચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સર્વચન જ છે.” “જે મહાપુરુષ ચારિત્રગુણમાં લીન છે તે સર્વ નયના ધારક હોય છે, તે સર્વ નયને સંમત વિશુદ્ધ તત્વને ગ્રહણ કરે છે, સમવૃત્તિવાળા સર્વ નયના આશ્રિત જ્ઞાની સુખનો આસ્વાદ કરે છે, સર્વ નયના જાણનારા-અનુભવનારાઓનું તટસ્થપણું લોકને વિષે ઉપકારરૂપ થાય છે, પરંતુ જુદા જુદા નયમાં મૂઢ-ભ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણે કલેશ હોય છે.” - “નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, લક્ષ ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહ રહિત, પરમ આનંદથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ જ્ઞાની સર્વોત્કર્ષથી વર્તે છે. તેવા જ્ઞાનને નમસ્કાર હો !" જે મહાપુરુષોએ લેકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્વાદુવાદગણિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે, તેઓને વારંવાર નમસ્કાર હો !" બીજી તારાદષ્ટિ પ્રાપ્ત વિના વિચાર સમ્યક્ત્વ અપ્રાપ્ત આ દષ્ટિવાળો માર્ગાનુસારી જીવ વિચાર કરે છે કે-આ સંસાર દુઃખરૂપ છે. આને ઉચ્છેદ કયા કારણથી અને કેવી રીતે કરવો? આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય ?