Page #1
--------------------------------------------------------------------------
________________
“પાલિતાણા-કલ્પસૂત્ર'ની જૈન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ મુનિ શીલચન્દ્ વિજય
ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂ` શુ`ખલા સમાન બની રહેલી અને જુદાં જુદાં કારણેાસર, જૈનાશ્રિત ચિત્રકળા, ગુજરાતી ચિત્રકળા, પશ્ચિમ ભારતીય ચિત્રકળા, અપભ્ર‘શ શૈલીની ચિત્રકળા અને મારુ-ગુર્જર શૈલીની ચિત્રકળા, એમ જુદાં જુદાં નામે વડે ઓળખાવવામાં આવેલી જૈન ચિત્રકળાના એક વિશિષ્ટ ગણી શકાય તેવા દસ્તાવેજ એટલે કે એક વિશિષ્ટ હસ્તપ્રત, હમણાં તાજેતરનાં વર્ષોમાં જ, પ્રકાશમાં આવેલ છે. જો કે ડા. ઉમાકાન્ત કે. શાહે, પેાતાના Treasures of Jaina Bhandara માં, આ સચિત્ર પ્રતની નોંધ લીધી જ છે, તા પણ તે પ્રતના થાડાક વધુ પરિચય કરાવવાની ગણતરીથી આ ઉપક્રમ થાય છે.
આ પ્રત, શ્રીકલ્પસૂત્રની તાડપત્રીય પ્રત છે. ડા. ઉમાકાન્તભાઈએ તેને “પાલિતાણા-કલ્પસૂત્ર”૩ એવી સંજ્ઞા આપી છે, અને આપણે પણ એ જ સ`જ્ઞાએ તેને એળખીશું. આ પ્રતની વિશિષ્ટતા તેના ચિત્રોને આભારી છે.
૩૯૪૬ સે.મી. માપ ધરાવતી આ હસ્તપ્રતની કુલ પૃષ્ઠ સંખ્યા ૧૪૫ છે, અને તેમાં પહેલાં ૧૧૦ પૃષ્ઠોમાં કલ્પસૂત્ર છે અને બાકીનાં પૃષ્ઠમાં કાલકાચાર્ય કથા છે. આ પ્રત સ`, ૧૪૩૯માં લખાઈ છે, એમ તેની અંત્ય પુષ્પિકા વાંચતા સમજાય છે. અંત્ય પુષ્ટિકા આ પ્રમાણે છે: “કૃત્તિ શ્રીાણિकाचार्य कथानकं समाप्तं ॥ छ ॥ ग्रंथाग्रं ६९९ ॥ छ ॥ छ ॥ सं. १४३९ आषाढादि ४० वर्षे आषाढ शुदि १३ शनौ श्रीखरतरगच्छे श्रीजिनोदयसूरिशिष्य श्रीजिनराजसूरिभ्यो सा० तेजासुत साधु धरणा साधु कडून श्रीकल्पपुस्तिका लिखाप्य श्रीसत्गुरुभ्यो वाचनार्थ प्रदत्ता ॥ छ ॥ छ ॥
આ ઉપરાંત, આ પુષ્પિકા ઉપરથી એ પણ ખબર પડે છે કે, આ પ્રતિ પાટણમાં લખાઈ છે. જોકે તે અંગે આમાં કાઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ પુષ્પિકામાં આવતા ખરતરગચ્છીય આ. જિનરાજસૂરિ તથા સાધુ ધરણા-એ એને ઉલ્લેખ, આવું અનુમાન કરવા પ્રેરે છે. આ બન્ને વ્યક્તિએ માટે, પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રીજિનવિજયજી સ`પાદિત “તળજીવદૃાવસ્રી મંત્ર’૪માં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે :
"श्री जिनोदयसूरिपट्टे पञ्चाशत्तमः श्रीजिनराजसूरिः । तस्य च सं. १४३२ फाल्गुन वद षष्ठयां पाटणनगरे साहधरणकतन दिमहोत्सवेन सूरिपदं जातम् । . स. १४६१ देवलवाडाख्ये તારે વર્ષાં ગતાઃ ।''
આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, ‘સાહ ધરણુ' એ પાટણના વતની હાવા જોઈએ અને તેણે આ. જિનરાજસૂરિના સુરિપદ-ઉત્સવ કર્યાં હતા. આ. જિતરાજસૂરિના પદ-મહે।ત્સવ કરાવનાર ‘સાહ ધારણું' તે જ પ્રસ્તુત પ્રતિ લખાવનાર ‘સાધુ ધરણા' હશે, એમ નક્કી કરવામાં હવે કાઈ આપત્તિ નથી જણાતી. તે તેથી જ નક્કી થાય છે કે પ્રસ્તુત પ્રતિ પાટણમાં જ લખાઈ છે. આમ પશુ, પાટણ એ મધ્યકાલીન કલા અને સાહિત્યનું કેન્દ્રસ્થળ તેા હતું જ.પ
જોકે આ પ્રતનાં ચિત્રોમાં નાના-સાનેરી શાહીનેા ઉપયોગ જરાય નથી થયા, તા પશુ, આ
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પાલિતાણા-કલ્પસૂત્ર”ની જૈન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ
પ્રતમાંના લખાણને બે વિભાગમાં વહેંચી દેનારા તેમ જ પ્રતના પૃષ્ઠોની ખતે બાજુના બે એમ કુલ ત્રણ હાંસિયામાં દોરાયેલી કિનારામાં સાનેરી શાહીની રેખા જોવા મળે છે.
ચિત્રકળાના સમીક્ષકોએ, તાડપત્રીય લઘુચિત્રોના ઇતિહાસને, બે વિભાગમાં વહેંચ્યા છે, તેમાં ખીજ વિભાગના સમયગાળા, સામાન્યતઃ, વિ. સં. ૧૩૫૭ થી ૧૫૦૦૭તા મનાયો છે. પ્રસ્તુત પ્રત પણ આ જ સમયની અને વિભાગની છે. આ સમયની ઉપલબ્ધ બીજી તાડપત્રીય સચિત્ર પ્રતા પૈકી એક, ઉજમફાઈની ધર્મશાળાના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત (સ. ૧૪૨૭) છે, અને એમાં સેનાને ઉપયેાગ થયાનું નોંધાયું નથી. ખીજી બે પ્રતિએ અનુક્રમે, આવશ્યક લઘુરૃત્તિની (ખ'ભાત) વિ. સ. ૧૪૪૫માં લખાયેલી પ્રત તથા ઈડરની શેઠ આણુ છ મંગળજી પેઢીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત છે. આ બન્નેમાં, ચિત્રોમાં સેનાના ઉપયેગ થયેા છે. ઈડરની પ્રતના ચાક્કસ સમયના ઉલ્લેખ, જો કે મૂળ પ્રતમાં છે નહિ, તા પશુ વિદ્વાના અને ચૌદમા સૈકા॰(A,D.)ના અંત ભાગમાં લખાઈ હોવાનું માને છે. અને એ ઉપરથી, આ ચારેય પ્રતા ક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય :
૧. ઉજમફાઈની ધર્માંશાળાની કલ્પ-પ્રત સ. ૧૪૨૭ (ઈ. ૧૩૭૦)ની પ્રત.
૨. પાલિતાણા-કલ્પસૂત્ર સં. ૧૪૩૯ (ઈ, ૧૩૮૨)
૩. ઈડરની કલ્પસૂત્ર-પ્રત.
૪. ખ'ભાતની આવશ્યક લઘુવૃત્તિની પ્રત, સ’. ૧૪૪૫ (ઈ. ૧૩૮૯)
આમ, પ્રસ્તુત પાલિતાણા-કલ્પસૂત્ર એ ઉજમફાઈ ધમ શાળાવાળી પ્રત અને ઈડરની પ્રત-એ બન્ને વચ્ચેની એક મહત્ત્વપૂર્ણ કડીરૂપ મની રહે છે.
પાલિતાણા-કલ્પસૂત્રમાં ૫૬ ચિત્રો છે એમાં પહેલાં ૪૦ ચિત્રો કલ્પસૂત્રનાં અને શેષ ૧૬ ચિત્રો કાલક-કથાનાં છે. એ ચિત્રા ટ્રા પરિચય આ પ્રમાણે છેઃ—
૧. (પૃ. ૧) મહાવીર સ્વામી, ૨. (પૃ. ૨.) ઋષભદત્ત અને દેવાનન્દા, ૩, (પૃ. ૩૧.) ચૌદ સ્વપ્ન, ૪. (પૃ. ૩ વ.) ઋષભદત્ત દ્વારા સ્વપ્નષ્ફળ કથન, ૫. (પૃ. ૫ ૧.) ઇન્દ્રસભા, ૬. (પૃ. ૬ વ.) બાળક સહિત માતા અને શસ્તવ, ૭. (પૃ. ૭ ૩.) ઇન્દ્રની આજ્ઞા સ્વીકારતા હરિનૈગમેષી, ૮. (પૃ. ૯ વ્.) ગર્ભાપહાર, ૯. (પૃ. ૧૦ ૧.) વિમાનમાં હિરનેગમેષી, ૧૦. (પૃ. ૧૩ વ.) ગ*સ ંક્રમણ, ૧૧. (પૃ. ૧૬ વ.) ચૌદ સ્વપ્ના જોતાં ત્રિશલા, ૧૨. (પૃ. ૨૦ ૬.) સિદ્ધા અને ત્રિશલા ૧૩. (પૃ. ૩૨ ૬.) રાજા અને સ્વપ્નપાઠક તથા રાજ્ર અને રાણી, ૧૪. (પૃ. ૩૮ ૩૧.) મહાવીર જન્મ અને પાંચ રૂપધારી ઇન્દ્ર દ્વારા ભગવાનને લઈ જન્માભિષેક માટે મેરુ તરફ પ્રયાણુ, ૧૫. (પૃ. ૪૦ ) જન્માભિષેક, ૧૬. (પૃ. ૪૧ વ.) સિદ્દાની કૌટુંબિક પુરુષોને આજ્ઞા, ૧૭, (પૃ. ૪૨ વ.) આજ્ઞાના અમલ કર્યોનું કો ભિા દ્વારા નિવેદન, ૧૮. (પૃ. ૪૭ વૅ.) મહાવીર-દીક્ષાયાત્રા, ૧૯. (પૃ. ૪૮ ૧.) મહાવીર-દીક્ષાયાત્રા, ૨૦. (પૃ. ૫૦ ૬) મહાવીરદીક્ષા(દેશલુંચન), ૨૧. (ૐ. ૫૦ ૧.) મહાવીરકાઉસગ્ગ મુદ્રાએ, ૨૨. (પૃ. ૫૩ ૨.) સમવસરણ (મહાવીર-કેવળજ્ઞાન), ૨૩. (પૃ. ૫૫ ૧.) મહાવીરનિર્વાણ, ૨૪. (પૃ. ૫૬ ૬.) ગૌતમ ગણુધર, ૨૫. (પૃ. ૬૦ .) સિદ્ધાવસ્થામાં મહાવીર સ્વામી, ૨૬. (પૃ. ૬૨ ૧.) પાર્શ્વનાથ-જન્મ, ૨૭. (પૃ. ૬૨ વ.) પાર્શ્વ-દીક્ષા (દીક્ષાયાત્રા અને લાચ), ૨૮. (પૃ. ૬૩ ૧.) પા-સમવરણ, ૨૯. (પૃ. ૬૬ વ.) પાર્શ્વ-નિર્વાણુ, ૩૦. (પૃ. ૬૭ વૅ.) તેમિ-જન્મ, ૩૧. (પૃ. ૭૧ .) નેમિ-સમવસરણુ અને નિર્વાણુ, ૩૨. (પૃ. ૭૬ ) ૠષમ-જન્મ, ૩૩. (પૃ. ૭૮ ગ.) ઋષભ-દીક્ષા અને સમવસરણુ, ૩૪. (પૃ. ૮૧ ૬.) ઋષભ-નિર્વાણુ, ૩૫. (પૃ. ૮૧ ૧.) મહા
Page #3
--------------------------------------------------------------------------
________________
મુનિ શીલચન્દ્ર વિજય
૨૨૯ વીરસ્વામીના છ ગણુધરે, ૩૬. (પૃ. ૮૨ ૧.) બાકીના પાંચ ગણુધરે, ૩૭. (પૃ. ૯૩ ઇ.) સમવસરણ, ૩૮. (પૃ. ૯૩ વ.) આચાર્ય સમક્ષ ચતુર્વિધ સંધ, ૩૯. (પૃ. ૧૦૯ ૨) સમવસરણ, ૪૦. (પૃ. ૧૧૦
.) આચાર્ય સમક્ષ ચતુર્વિધ સંઘ; (કાલક-કથા-) ૪૧. (પૃ. ૧૧૧ ૨) વજસિંહ અને સુરસુંદરી (કાલકનાં પિતા-માતા), ૪૨. (પૃ. ૧૧૨ ક.) ગુણાકરાચાર્ય અને રાજકુમાર કોલક, ૪૩. (પૃ. ૧૩૧
.) કાલક-દીક્ષા ગ્રહણ, ૪૪. (પૃ. ૧૧૮ ક.) શાહિ (યવન રાજને દરબાર ૪૫. (પૃ. ૧૨૪ ૫.) કાલકાચાર્ય સમક્ષ રજૂ કરાયેલે બંદીવાન ગર્દભિલ, ૪૬. (પૃ. ૧૨૫ ૧) કાલકાચાર્ય અને વિક્રમાદિત્ય, ૪૭. (પૃ. ૧૨૬ .) રાજા વિક્રમાદિત્ય, ૪૮. (પૃ. ૧૨૮ ક.) કાલકાચાર્ય અને બલમિત્રભાનુમિત્ર, ૪૯. (પૃ. ૧૩૩ .) કાલકાચાર્ય અને શાલિવાહન, ૫૦. (પૃ. ૧૩૩ ૨.) કાલકાચાર્ય સમક્ષ ચતુર્વિધ સંધ, ૫૧. (પૃ. ૧૩૯ વ.) શધ્યાતર ગૃહસ્થ અને કાલકાચાર્યના શિષ્યો પર. (પૃ. ૧૪૦ લ.) સાગરચંદ્રસૂરિ અને વૃદ્ધ કાલકાચાર્ય, ૫૩. (પૃ. ૧૪ર વ.) કાલકાચાર્યના ચરણે પડી ક્ષમા પ્રાર્થના શિષ્ય, ૫૪. (પૃ. ૧૪૩ ૧.) સીમંધરસ્વામીનું સમવસરણ, ૫૫. (પૃ. ૧૪૪ અ.) કાલકાચાર્ય અને વૃદ્ધ બ્રાહ્મણના વેષે ઇન્દ્ર, પ૬. (પૃ. ૧૪૫) કાલકાચાર્ય સમક્ષ મૂળ વેષે પ્રગટ થતા ઇન્દ્ર.
છે. ઉમાકાન્તભાઈ શાહે આ ચિત્રોની ક્રમવાર નેંધ આપી છે. પરંતુ, તેમાં પૃ. ૪૧ (a), પૃ. ૧૧૨ () અને પૃ. ૧૨૫ (a) (ચિત્રક્રમાંક ૧૬, ૪૨, ૪૬,) આ ત્રણ ચિત્રોની નોંધ લેવાઈ નથી. વળી પૃ. ૧૨૮ B' આ ચિત્રની, તેના પરિચય વિના, નોંધ છે, પરંતુ મૂળ પ્રતમાં પૃ. ૧૨૮ B.માં કઈ ચિત્ર છે નહિ. આ ઉપરાંત, તેમણે, ચિત્ર ૫ ને “સ્વપાઠક” તરીકે; ચિત્ર ૧૩ ને “ત્રિશલાના હર્ષ-શોક” તરીકે; ચિત્ર ૧૭ ને “દાન” તરીકે; ચિત્ર ૪૫ ને “કાલક” તરીકે; ચિત્ર ૪૭ ને “ગઈ ભિલ” તરીકે; ચિત્ર ૪૮”ને આરોપી ‘ગદભિલ' તરીકે; ચિત્ર કને” ઉપદેશ આપતા કાલક' તરીકે; ચિત્ર ૫૧ ને “રાજા સમક્ષ ઊભેલા બે સાધુ તરીકે, ઓળખાવેલ છે, તેમ જ ચિત્ર ૫૩માં “The preceptor and king” આવું લખીને એ ચિત્રમાં રાજા હેવાનું નોંધ્યું છે. ઉપર આપેલી ચિત્રોની યાદી અને પરિચય જો તું સમજાશે કે આ બધી માહિતી ક્ષતિપૂર્ણ છે. નંધમાં આવી ક્ષતિ રહી જવાનું કારણ કદાચ એ હોઈ શકે કે, આ પ્રત, ડે. શાહને, ખૂબ જ અ૫ કહી શકાય તેટલા સમય પૂરતી જ જોવા મળી હતી, અને તેથી તેનું વ્યવસ્થિત નિરીક્ષણ ન થઈ શકવાને કારણે અને ખૂબ ત્વરાથી ન ઊતારી લેવી પડી હેવાને કારણે આમ બન્યું હશે.
ડે. ઉમાકાન્તભાઈ, પાલિતાણુ-કલ્પસૂત્રને, તેમાં પ૦ (૧ પ૬) ચિત્રો હેવાથી; તે ચિત્રો ઉત્કૃષ્ટ શૈલીઓ (superior workmanship) આલેખાયાં હેવાથી; તેમજ જે યુગમાં તાડપત્રનું સ્થાન કાગળે લેવા માંડયું હતું તે યુગની તાડપત્રીય શૈલીનું પ્રતિબિંબ રજૂ કરતું હોવાથી, પશ્ચિમભારતની જૈન ચિત્રકળાના “ખૂબ અગત્યભર્યા દસ્તાવેજ' તરીકે ઓળખાવે છે, અને તે તદ્દન યથાર્થ છે.
લાઘવ-કૌશલ્ય એટલે કે એક જ લઘુ-ચિત્રમાં, એકથી વધુ સ્વતંત્ર ચિત્રો થઈ શકે તેવી ઘટનાઓને, સમાવી દેવાનું કૌશલ્ય, એ આ પ્રતની ચિત્રકળાનું નેધપાત્ર લક્ષણ છે. દા.ત. ચિત્ર ૬ (Fig 1), ૧૩, ૧૪, ૨૭, ૩૧, ૩૩, ૩૮ વગેરે. આ ચિત્રમાં, સામાન્ય રીતે અન્ય કલ્પસૂત્રોનાં ચિત્રોમાં એકેક સ્વતંત્ર ચિત્રરૂપે જોવા મળતી બે બે ઘટનાઓને પણ, એક જ ચિત્રમાં, ખૂબ નિપુણતાથી સમાવી લેવામાં આવી છે.
આ પ્રતમાં બીજી વિશેષતા એ જોવા મળે છે કે, જે પૃષ્ઠોમાં ચિત્ર છે, તે પૃષ્ઠના-જે તરફ
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૩
“પાલિતાણા-કલપસૂત્રની જેન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ ચિત્ર હોય તે તરફના- હાંસિયામાં, હરતાલ વડે, ચિત્રનું નાનકડું ને ઝડપી રેખાંકન-નાનો લાઈન
સ્કેય દેરી બતાવવામાં આવેલ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે, ઘણી પ્રતમાં, લેખક, લખતી વખતે, ચિત્ર માટેની જગ્યા છોડી દઈને લખતા અને સાથે એ જગ્યાની પાસેના હાંસિયામાં, જે ચિત્ર દોરવાનું હોય તેની વિગત અને સૂચના લખી દેતા.૧૪ પણ જે કાળમાં આવું લખી દેવાની પ્રથા હજી નહાતી પ્રારંભાઈ, તે કાળમાં ચિત્રકારને કઈ રીતે સૂચના અપાતી હશે ? જે લખનાર પોતે જ ચિત્રકાર હેય, તે તે આવી કોઈ સૂચના આપવાની ઝંઝટ રહેતી નહિ. પરંતુ લખનાર ને ચિત્રકાર જુદા હોય, ત્યારે તે, કાં તો મૌખિક રીતે અને કાં તે બીજી કોઈ રીતે પણ, સૂચના કે માર્ગદર્શન આપ્યા સિવાય તો નહિ જ ચાલતું હોય, એ ચોક્કસ છે. તે મૌખિક રીત સિવાય કઈ રીતે સૂચના કે સમજૂતી અપાતી હશે?
આ પ્રશ્નનો ઉત્તર પાલિતાણા-કલ્પસૂત્ર જોતાં મળી રહે છે. ઉપર કહ્યું તેમ, આ પ્રતમાં, ચિત્રપૃષ્ઠોના હાંસિયા પર, જ્યાં જે વિષયનું ચિત્ર દોરવાનું હોય, તે વિષયને રફ કેચ કે આઉટલાઈન દેરી દેવામાં આવેલ છે. એ સ્કેચના આધારે જ, નિષ્ણાત ચિત્રકાર, પૂરું ચિત્ર દોરી દેતા હશે.
જો કે આ પદ્ધતિમાં ક્યારેક ભૂલ થઈ જવાને પણ પૂરો સંભવ છે. જેમ કે આ જ પ્રતમાં, ચિત્ર ૬માં, “શકસ્તવ અને શયન પલંગ પર સૂતેલી દેવાનંદા” એ બે દ એકી સાથે આલેખાયાં છે; તે માટે હાંસિયામાં તે દૃશ્યને કેય કરીને (Fig. 2) તે પત્ર, ચિત્રકારને એમ ને એમ જ સેંપી દેવામાં આવ્યું હોવાથી, બીજે બધે ઠેકાણે સુતલી માતાની સાથે બાળક હેાય જ છે' એવા રૂઢ અનુભવના આધારે જ, ચિત્રકારે, અહીં પણ, દેવાનંદાના હાથમાં નવજાત બાળક આલેખી દીધું છે, હકીકતની દષ્ટિએ મોટે દેષ છે.
આમ છતાં, આપણે કહેવું જોઈએ કે, સાવ નાનકડા અને રફ સ્કેચને આધારે જ, જે તે વિષયનું સંપૂર્ણ ચિત્ર આલેખી બતાવવું, એ, આ ચિત્રોના ચિત્રકારની જેવીતેવી સિદ્ધિ નથી.
અલબત્ત, આવી વિશિષ્ટતા ધરાવતી માત્ર આ એક જ કે પહેલી જ પ્રત છે, એવું નથી. બીજી પણ એક પ્રત છે, જેમાં, હાંસિયામાં, આ રીતે જ, ચિત્રને સ્કેચ દોરવામાં આવ્યો હોય. આ પ્રત તે ખંભાતના શાન્તિનાથભંડારની વિ.સં. ૧૨૯૭ની ત્રિષશિલાકા પુરુષયરિત્રની તાડપત્રીય પ્રત છે. આ પ્રતનું એક ચિત્રપૃષ્ઠ, Treasures of Jaina Bhandarasમાં, Black and white ચિત્રોમાં, ચિત્ર નં. ૪ તરીકે, ઠે. ઉમાકાન્તભાઈએ મૂકયું છે. તેમાં દેખાતી શ્રાવક અને શ્રાવિકાની બે આકૃતિઓને લાઈન સ્કેચ, પડખેને હાંસિયામાં આલેખાયેલો સ્પષ્ટ જોઈ શકાય છે, આમ છતાં, આ બાબતની નોંધ, એ ચિત્રના પરિચયમાં કેમ નથી લેવાઈ, એ મેટાં આશ્ચર્યની બાબત છે. લાગે છે કે એ લાઈન સ્કેયને, વિદ્વાન, હસ્તપ્રતોમાં ખાલી જગ્યા જોઈને, પાછળથી કઈકે કરેલાં આડાં અવળાં ચીતરામણ જેવો જ સમજીને ચાલ્યા હશે.
પાલિતાણુ-કલ્પસૂત્રમાં ચિત્ર ક્રમાંક ૨૪મું ચિત્ર શ્રીગૌતમસ્વામીનું છે. (Fig. 3) આ ચિત્ર ખરેખર અદ્દભુત કહી શકાય તેવું તે છે જ, તદુપરાંત, એમાં મુખાકૃતિ એવી તે વિલક્ષણ રીતે આલેખાઈ છે કે જેનારને પ્રથમ નજરે એ ભગવાન બુદ્ધનું ચિત્ર હોવાને ભ્રમ થયા વિના ન રહે. બુદ્ધની પ્રાચીન ચિત્રિત મુખાકૃતિઓને ઘણુ રીતે મળતી આ ચિત્રની મુખાકૃતિ છે, એમ મને લાગ્યું છે. કઈ એમ કહી શકે કે બુદ્ધની આંખે ઢળેલી હોય છે, ને આમાં તે ખુલ્લી-આપણી સામે જોતી હોય
Page #5
--------------------------------------------------------------------------
________________
મુનિ શીલચન્દ્ર વિજય
૩૧ તેવી-આંખે છે પરંતુ, આવું હોવા છતાંય, બીજ કેટલાંક તત્તવે એવાં હોય છે કે જેના આધારે આ ભ્રમ સહજ રીતે જ થઈ જાય.
દા.ત. ઉત્તર ગુજરાતમાં આવેલા મહુડીના કેટયર્ક મંદિરમાંથી મળી આવેલી આઠમી શતાબ્દીની ધાતુપ્રતિમા, જૈન તીર્થંકરની છે, એ તો સુવિદિત છે; અને તેની આંખો પણ સાવ ઢળેલી કે બીડાયેલી નથી જ; છતાં, ડે. મંજુલાલ ૨. મજમુદાર જેવા ખ્યાતનામ વિદ્વાને તેને બુદ્ધની મૂર્તિ તરીકે ઓળખાવી દીધી છે!૧૫
ઘણી વખત એવુંયે બને છે કે, કળા સમીક્ષકે ચિત્રગત વિષયથી પૂરેપૂરા પરિચિત ન હોય તોય, મૌન રહેવાને બદલે ભળતો જ વિષય લખી દેવાનું વધુ પસંદ કરે છે. અહીં એ અંગે બે ઉદાહરણ પર્યાપ્ત થઈ પડશે. ૧. The Development of Style in Indian Painting૬માં શ્રીકાલ ખંડાલાવાલાએ, Plate VII તરીકે મુકેલા “અભિમાનરૂપી હાથી પર ચઢી બેઠેલા બાહુબલીને હાથી ઉપરથી નીચે ઊતરવા માટે સમજાવતી બે બહેને (બ્રાહ્મી-સુંદરી)'ના ચિત્રને “મરુદેવી(?)” એ પરિચય આપીને મૂક્યું છે. ૨. એ જ રીતે, ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કરેલા જૈન ઢ સ્થાપત્ય”ના તૃતીય ખંડમાં, ૨૮મા ચિત્ર તરીકે મૂકાયેલું ક૯પસૂત્રનું એક ચિત્ર, સ્થવિરાવલીને, રોહગુપ્ત (વૈર
શિવ મમિતા પરવાદી સાથેના વાદનો અને તે બનેએ સામસામી પ્રયોજેલી પ્રતિસ્પધી: સાત સાત વિદ્યાઓના પ્રસંગને દર્શાવતું ચિત્ર હેવા છતાં, ત્યાં, તે ચિત્રને, ગઈ ભિલ્લ અને કાલકાચાર્યના ચિત્ર તરીકે ઓળખાવવામાં આવ્યું છે.
પાલિતાણુ-કલ્પસૂત્રનાં ચિત્રોમાં બીજી ઘણી ઘણી વિશિષ્ટતાઓ છે અને જેમ જેમ તેને અભ્યાસ થતો જશે, તેમ તેમ નવાં નવાં તથ્ય બહાર આવશે જ, એ નિઃશંક છે.
સમજશક્તિની મર્યાદા સમજીને અહીં જ અટકું, એ પહેલાં એક વાત કહેવી ઉચિત ગણાશે કે પ્રસ્તુત પાલિતાણુ-કલ્પસૂત્ર, પાલિતાણાની શ્રીનેમિ-દર્શન જ્ઞાનશાળાના ગ્રંથભંડારની છે અને હવે તેનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. પાદટીપ ૧. “
શ્રીવ ના મનંદની ”ના દ્વિતીય ખઠાંતર્ગત પ્રથમ ખંડમાં ડે.યુ.પી. શાહને
લેખઃ “મારુ ગુર્નાદ વિવારે પ્રાચીન પ્રમાણ'-જુએ. 2. “Treasures of Jaina Bhandaras” (L. D. Series 69) pp. 13-15. ૩. એજન p. 14. ૪. પૃ. ૩૨, પ્રકાશક: બાબું પૂરણચન્દ નાહાર, કલકત્તા, વિ.સં. ૧૯૮૮. પ. જુઓ “Treasures of Jaina Bhandaras” p. 16. ૬. જુઓ “Jain Miniature Painting From Western India” By Dr. Motichandra
chapter III, p. 28, ૭. જૈન ચિત્રકલ્પદુમ” સા.મ. નવાબ લિખિત લેખ “ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને
ઈતિહાસ” પૃ. ૪૧. ૮. એજન.
Page #6
--------------------------------------------------------------------------
________________
- ૨૩૨
“પાલિતાણા-કલ્પસૂત્રની જેન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ ૯. જુઓ “Treasures of Jain Bhandaras” p. 15. 90. ORRI "Jain Miniatnre Painting from Western India" p. 34." 99. gyarl "Treasures of Jaina Bhandaras''-catalogue pp. 67-68. ૧૨. એજન, p. 14, “It was temporarily brought in the L.D. Institute, Ahmeda.
bad and was very soon returned to the owner monk in Palitana." ૧૩. એજન p. 14. ૧૪. જુઓ “જૈન ચિત્રક૯૫૬મ”માં સા. મ. નવાબને લેખ, પૃ. ૩૪. ૧૫. જુઓ “Gujarat: Its Art-heritage” By M.R.Majmudar (પ્રકાશક: મુંબઈ યુનિ.
વર્સિટી)માં Plate LIV તથા તેને પરિચય. ૧૬. પ્રકાશક: Macmillar Company of India-1974.
Page #7
--------------------------------------------------------------------------
________________ गायव वाणि Hala Godadersonacsacoolsex मोटा यादि। हाएमा समिशण