Book Title: Meghkumara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201023/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૩. મેઘદુમાર ભારતના બિહાર રાજયમાં આવેલા મગધ પ્રાંતમાં રાજા શ્રેણિક તેની સુંદર પત્ની ધારિણી સાથે રાજ્ય કરતો હતો. એક વખત રાણી ધારિણી સૂતા હતાં ત્યારે એને તેના મોંમાં સફેદ હાથી પ્રવેશ્યો તેવું સપનું આવ્યું. તે તરત જ જાગી ગઈ અને તેણે રાજાને પોતાને આવેલા સપનાની વાત કરી. રાજા શ્રેણિક જાણતા હતા કે તે માંગલિક સપનું હતું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાંનો અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે થોડા જ સમયમાં રાણી સુંદર અને હોંશિયાર પુત્રને જન્મ આપશે. રાજા અને રાણી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી રાણીને આકાશમાં વાદળો છવાયેલાં હોય, વીજળીના કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય તેવા વાતાવરણમાં રાજાની સાથે હાથી પર બેસીને ફરવાની તીવ્ર ઇચ્છા થઈ. ભારતમાં લગભગ જૂનથી ઓક્ટોબર દરમિયાન ચોમાસુ હોય છે અને તે દિવસોમાં વરસાદ પડતો હોય છે. ધારિણીને ઇચ્છા થઈ ત્યારે ચોમાસાની ઋતુ ન હતી. તેથી તેની ઇચ્છા પૂર્ણ કરી શકાય તેમ ન હતું. ગર્ભવતી રાણીની ઇચ્છા ન સંતોષાય તો તેની અસર તેના તબિયત ઉપર અને ન જન્મેલા બાળક ઉપર થાય તેટલા માટે રાજયના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળતા મોટા દીકરા અભયકુમારને તેના ઉકેલ માટે કહ્યું. અભયકુમારનો એક મિત્ર ચમત્કાર કરી જાણતો હતો. મિત્રએ ધારિણીની ઇચ્છા મુજબનું વાતાવરણ ઊભું કર્યું અને ધારિણી રાજા સાથે હાથી પર સવારી કરી શકી. S! યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. વરસાદને મેઘ પણ કહેવાય છે. રાણીને ગર્ભાવસ્થા દરમિયાન વરસાદમાં હાથી પર ફરવાની ઇચ્છા થઈ હતી તેથી તેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષની રાણી ધારિણીની હાથી પર સવારી ઉંમરે તેને નિશાળે બેસાડવામાં આવ્યો. યુવાન થતાં થતાં તે ૭૨ જાતની કળાઓ તથા ઉદ્યોગોમાં કુશળ થયા. યોગ્ય ઉંમરે તેના લગ્ન થયા અને દુનિયાના તમામ સુખો આનંદપૂર્વક ભોગવવા લાગ્યા. એક વખત મહાવીરસ્વામી મગધની રાજધાની રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉપાશ્રયમાં પધાર્યા. શહેરના લગભગ બધા જ લોકો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. મેઘકુમાર પણ મહાવીરસ્વામીના દર્શને ગયા. મેઘકુમાર પર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ. આ દુનિયાના ક્ષણભંગુર સુખોને છોડી દેવાનું નક્કી કર્યું. તેમના માતા-પિતા તેમની ઇચ્છા જાણીને ખૂબ દુ:ખી થયા. દુનિયાના સુખોનો ત્યાગ કરવાના તેમના નિર્ણયને અટકાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા. પણ તે મક્કમ હતા. માતા-પિતાને સંતોષ આપવા માટે તે ફક્ત એક દિવસ માટે રાજા થવા તૈયાર થયા, અને રાજ્યાભિષેકની તમામ વિધિ કરી તાજ પહેરી રાજા બન્યા. તરત જ બધું છોડીને જગતના તમામ સુખોનો ત્યાગ કરીને તે ભગવાન મહાવીરના શિષ્ય બની સાધુ થયા. એક રાતે તે નવદીક્ષિત નાના સાધુ હોવાથી તેમને બારણાં પાસે સૂવાની જગ્યા મળી. રાત દરમિયાન બીજા સાધુઓ લઘુશંકાજવા માટે તેમને કૂદીને જતા. ઉપાશ્રયમાં રાતે દીવો ન હોવાથી જનાર સાધુના પગ તેમને અડી જતા. વૈભવમાં ઉછરેલા મેઘકુમાર 94 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર આખી રાત ઊંધી ના શક્યા. તેમનું શરીર અને સંચારો ધૂળથી ભરાઈ ગયાં. તેમને લાગ્યું કે તે આવી કઠોર જિંદગી પોતે જીવી નહિ શકે, અને તેથી સાધુપણું છોડી દેવાનું વિચાર્યું. સવારે તેઓ ભગવાન મહાવીર પાસે ઘેર પાછા જવાની આજ્ઞા માંગવા ગયા. રાતના મેઘકુમારને પડેલી તકલીફોથી ભગવાન માહિતગાર હતા તેથી તેમણે કહ્યું, “મેઘકુમાર, તમને યાદ નથી પણ પાછલા ભવમાં તમે ધણી તકલીફો વેઠી છે.” “પાછલી જિંદગીમાં તમે મેરુપ્રભુ નામે હાથીઓના રાજા હતા. એકવાર જંગલમાં ભયંકર આગ લાગી હતી ત્યારે તેમાંથી તમે પાછલા જન્મમાં હાથીના અવતારે સસલાનો જીવ બચાવતા મેઘકુમાર મહામહેનતે છટકી શક્યા હતા. તમે વિચાર્યું કે જંગલમાં ફરી આગ લાગે તો બધા પ્રાણીઓને આશરો મળે તેવું કરવું જોઈએ આના માટે તમે જંગલની ઘણી બધી જમીન પરથી ઝાડ-પાન દૂર કરી દીધા. ત્યાં આજુબાજુ ઉગેલું ઘાસ પણ કાઢી નાંખ્યું.’ “એક વાર જંગલમાં ફરી ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો. બધાં પ્રાણીઓ દોડીને તમે સાફ કરેલી જગ્યા પર આશરો લેવા આવી પહોંચ્યા. તમે પણ ત્યાં જ હતા. તે સમયે તમે પગ પર ખણજ આવવાથી પગ ઊંચો કર્યો. તે જ સમયે એક સસલું તમારા પગ નીચેની જમીન પર આશરો લેવા દોડી આવ્યું. સસલાને રક્ષણ આપવા તમે તમારો પગ ઊંચો જ રાખ્યો. બે આખા અને ત્રીજા અડધા દિવસ બાદ આગ બુઝાઈ. આ બધા જ સમય દરમિયાન તમે પગ ઊંચો રાખીને જ ઊભા રહ્યા.” “આગ બુઝાઈ ગયા પછી બધા પ્રાણીઓ પાછા ફર્યા ત્યારે તમે પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ પગ એવો અકડાઈ ગયો હતો કે તમે તમારું સંતુલન ન ાળવી શક્યા અને પડી ગયા. અસહ્ય વેદનાને કારણે તમે ઊભા ના થઈ શક્યા. ત્રણ દિવસ અને રાત તમે અસહ્ય પીડામાં પડી રહ્યા. એમને એમ તમારું મૃત્યુ થયું. સસલા પ્રત્યેની દયાને કારણે રાજા શ્રેણિકના પુત્ર તરીકે જન્મ્યા. એક સસલા માટે તમે આટલું બધું સહન કર્યું તો બદલામાં આ જન્મે કિંમતી માનવ અવતાર મળ્યો, તો પછી અજાણતાં જ સાથી જૈન કથા સંગ્રહ 95 Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ હાથીનો મૃત્યુબાદ રાજકુંવર મેઘકુમાર રૂપે જનમ સાધુઓનો પગ લાગી જવો કે ધૂળ આવી જવી કેમ સહન નથી. કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું એ મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુ:ખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવું એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુઃખ તો ક્ષણિક છે. કાયમી સુખ તો મુક્તિમાં રહેલું છે.” મેઘકુમાર મંત્રમુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. એમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની ઇચ્છાને પૂર્ણ કરી. ત્યારથી તેઓ મેઘમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મો ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોનાં ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુ પર્યત ઉપવાસ જ કરવાનું નક્કી કર્યું. આને સંલેખના વ્રત કહે છે. રાજગૃહી નજીક આવેલા વૈભારગિરિ પર્વત ઉપર તેઓ ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જન્મ્યા. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે. આ વાતૉ કરૂણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ વકસત અને વધુ બુદ્ધિશાળા છીઍ તો એક બીજાને મદદશ્ચમ થવાનું શ્રા પ્રાણી પાસેથી શીખવું જોઈઍ. વદ્યારૅમાં કોઈ સાધુ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે તો તેને દુષ્યવી સુખોમાં પાછા લાવવાનો પ્રયા ન કરવો જોઈએ. સુખ ભોગનો ભાગ કરનારનું જીવન કઠોર અન્ને કષ્ટદાયક હોય છે જેનાથી તે આમાના સાચા સ્વસ્થ અને સમજી શકે છે. આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટૅ ઍક બાજુ મૂકી દેવાં પડે કારણ કે તે વસ્તુને વકૃતમ્રખે રજૂ કરૅ છે. મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કમો નડશે તેથી સમતાપૂવૅક સહન કરવાં જોઈએ. અને તે સમર્થ્ય આપણા દષ્ટિ આત્માના સાક્ષાત્કાર ઉપર જ કૅન્દ્રત કરવી જોઈએ. 96 જૈન કથા સંગ્રહ