Book Title: Mahavirno Sandesh Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249191/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ [<] આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જો તેમના જીવનચેતનને સ્પર્શીએ તા. સહુ માનવી વિશાળ દૃષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે. મહાવીરને સન્દેશ તેને ચતેન મુંગીયાએ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને ભોગવ. કાઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચુ રાખવામાં આવે છે એના અથ ઊંચા આદર્શના છે. દૃષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ હેતુ છે. < તન ખનકી કૌન બડાઈ ' એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામુ છે એમ નહિ, પણ એની બડાઈ નકામી છે. ભગવાનને એળખવા હાય તો આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કાઈ વાડીમાં કે ચેાકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈ એ અને તે જ એને ગમે ત્યાં જોઈ શકીએ, પછી એનુ નામ મહાવીર હાય, કૃષ્ણ હાય કે ગમે તે હાય. મહાવીરના સંદેશ છે કે સત્ય અને સદ્ગુણમાં એક થવું. મહાવીરને સ'દેશ એટલે જીવનદૃષ્ટિ અને જીવનકળા. હિંદના કાઈ પણ સંતને લો. તેના સંદેશ એક જ હોય છે તમારા અવગુણી તરફ જુઓ, સામાના અવગુણી તરફ જુએ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પોતાની ખામી જોવાતુ કહે છે. t મિચ્છામિ દુક્કડં એલીએ અને ભૂલ કર્યું જઈ એ એને કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એને ખરા અથૅ છે. સાક્ષરત્ર એટલે જ જીવનકલા——જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજી વ્યવહારમાં આચરી બતાવીએ. Page #2 -------------------------------------------------------------------------- ________________ 32 ] દર્શન અને ચિંતન ભગવાન મહાવીરે કહ્યું છે કે જેના વિચારમાં મેળ ન હોય તેઓ પિતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તે અથડામણને : અંત આવશે. મનની મેટાઈ કેળવાય તે કુટુમ્બની અથડામણને અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસે. બાહ્યજીવન અલગ * હશે, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે. આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તે કામ સરળ બને. ધર્મસ્થાનોમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ? તમારામાં જૈનત્વ છે? જૈનત્વ હોય તે આપણે શને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ? આ ધર્મદ્રષ્ટિ નથી, ઘણું કહે છે કે જૈનધર્મ જૂને છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં નજરે ચડતી નથી. પ્રબુદ્ધ જેન, 15-10-10