Book Title: Mahavir Vani
Author(s): Kumarpal Desai
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230198/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીર–વાણું કુમારપાળ દેસાઈ પં. બેચરદાસ દેશીએ કરેલું “મહાવીર-વાણી”નું સંપાદન એમનાં સંપાદનોમાં આગવું તરી આવે છે. ભગવાન મહાવીરની વાણી વિશિષ્ટ એ માટે છે કે એમણે કયાંય એ દાવો કર્યો નથી કે પિતે ઈશ્વરને સંદેશ કે દિવ્ય વાણી પ્રકટ કરી રહ્યા છે. એમણે તો કહ્યું છે કે સાધનાની અનુભવભઠ્ઠીમાંથી તવાઈ તવાઈને પ્રગટ થતો અનુભવ તેઓ આલેખે છે, આથી જ મહાવીર-વાણમાં સ્વયં સાધનાની દીતિ છે અને જીવનનાં રહસ્યો પામવાની ઊંડામાં ઊંડી ઝંખના છે. આવી વ્યાપક દષ્ટિ મહાવીર-વાણમાં પ્રગટ થાય છે અને એ વાણીની વ્યાપકતા પં. બેચરદાસજીએ બીજા ધર્મ ગ્રંથે સાથે તુલના કરીને માર્મિક રીતે દર્શાવી છે. તેઓએ વિચાર કર્યો કે જેને સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તે જૈન સંસકૃતિનાં પુસ્તકે સુલભ બનાવવા જોઈએ. આ હેતુથી એમણે જૈન આગમમાંથી મહાવીર-વાણીને પસંદ કરીને એને ૨૫ સૂત્રમાં વહેચી નાખી. આ ૨૫ સૂત્રની ૩૧૪ ગાથામાં ધર્મની વિસ્તૃત સમજ પ્રગટ થાય છે. આ માટે પં. બેચરદાસજીએ મુખ્યત્વે “સૂત્રકતાંગ સૂત્ર”, “દશવૈકાલિક સૂત્ર”, “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “આવશ્યક સૂત્રને પસંદ કર્યા છે. ભગવાન મહાવીરના ઉપદેશના મર્મને સ્પર્શતી ગંભીર તત્વવાળી ગાથા અને તેને અર્થ આપ્યો છે આ સંપાદનની ૩૧૪ ગાથાઓમાં પરિભાષાની પ્રચૂરતા કે રૂઢ ભાષાને બદલે સીધીસાદી શૈલીમાં એની રજૂઆત કરવામાં આવી છે. મહાવીર-વાણુ”માં પ્રગટતા દર્શનની વ્યાપકતા દર્શાવવા માટે એમણે મહાવીરના વચનોની સાથેસાથ બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મના વચનનાં સામ્યને ખ્યાલ આપ્યો છે. પરંતુ પં. સુખલાલજીએ આ તુલનાત્મક ટિપ્પણમાં બાઈબલ અને કુરાનનાં વચને મૂકવાની વાત કરી અને આ માટે સંપાદકે “ઈસુખ્રસ્ત અને તેમને ઉપદેશ” તથા “હજરત મહમ્મદ અને ઈસ્લામ” એ બે પુસ્તકને તુલનાત્મક અભ્યાસમાં ઉપયોગ કર્યો. ભગવાન મહાવીરની વાણી કેઈ ગ૭, વાદ કે સંપ્રદાયના સંકુચિત વાડાને બદલે માનવજીવનની આત્યંતર સુધારણાને હેતુ રાખે છે. તે હકીકત આ તુલનાત્મક અભ્યાસથી પ્રગટ થઈ. પુસ્તકના પ્રારંભમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં કેટલાંક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સામ્ય અથવા તો બુદ્ધ અને મહાવીર બંને એક નહિ, પણ બે સ્વતંત્ર વ્યક્તિ હતા તેવું પ્રતિપાદન. આ પ્રકરણમાં મહાવીરનું જીવન, એમને ઉપદેશ અને એમની ક્રાંત દષ્ટિ સુંદર રીતે પ્રગટ થઈ છે. વળી આમાં ભગવાન મહાવીરની ઉપદેશશેલી એમના પ્રતિસ્પધીઓ તેમ જ એમના જીવનમાં પ્રગટ થતું જ્ઞાન અને ક્રિયા-સાધના–વિશેનું સમતોલપણું બતાવવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે પોતે આચરેલી અને દર્શાવેલી અહિંસક રહેણીકરણીની વિગતો આપેલી છે. આમ આ જીવનચરિત્ર સંપાદનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. પુસ્તકનાં ટિપણમાં તુલનાત્મક અને વિવેચનાત્મક બંને દષ્ટિ પ્રગટ થાય છે. પુસ્તકને અંતે મહાવીર-વાણુમાં આવતા છ દે અને અલંકારને પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તકના Page #2 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ 57 ટિપ્પણોમાં શબ્દને અર્થ, એની વ્યુત્પત્તિ, એની પાછળની ભાવના તેમ જ એને વિશેની કથા એ બધી જ સામગ્રી આપવામાં આવી છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દની સમજૂતી અને ચર્ચા તે છે જ, પરંતુ એની સાથોસાથ સંપાદકની વિશાળ દષ્ટિને સતત પરિચય થાય છે. કલ્પસૂત્ર, ઉત્તરાયયન સૂત્ર અને હેમ - અનેકાર્થસંગ્રહ જેવા ગ્રંથની સાથે સાથે મનુસ્મૃતિ, મહાભારત અને વિષ્ણુપુરાણ પર પણ લેખકની નજર છે. ધમ્મપદ, ખેરદેહ અવતા, કુરાન અને બાઈબલના ઉપદેશોના ઉલ્લેખ મળે છે. આમ મહાવીરવાણીના ઘણું સંપાદને થયા છે, પરંતુ આ સંપાદન સંપાદકની ઊંડી શાસ્ત્રીય સૂઝ અને વ્યાપક ધર્મદષ્ટિ માટે મરણીય બની રહેશે.