Book Title: Maharav Bharmalji pratibodhaka Kalayansagarsuri
Author(s): Motilal Kshamanand
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230197/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહારાવ ભારમલજી–પ્રતિબોધક શ્રી કલ્યાણસાગરસૂરિ –શ્રી મોતીલાલજી ક્ષમાનંદજી ( ક્ષેમસાગર, શિવોદધિસૂરિ, શિવસિંધુરાજ, કલ્યાણબ્ધિ જેવાં વિવિધ નામથી વર્ણવાયેલા “જંગમતીર્થ, “યુગપ્રધાન, “જગદગુરુ આદિ ગૌરવપદેથી અન્વિત એવી ઉપમાઓથી બિરદાવાયેલા શ્રી કલ્યાણસાગર કચ્છના મહારાવ ભારમલજીના પ્રતિબોધક તરીકે ઉજજવળ કીતિ પામ્યા છે. એમના આ પ્રતિબોધથી કચ્છમાં અચલગચ્છને પાયો સુદઢ થયા. એટલું જ નહિ રાજ્યાશ્રય મળવાથી અંચલગચ્છ કચ્છમાં ફૂલતે ફાલતે રહ્યો. વઢિયાર પ્રદેશ અંતગત લેલડા ગામમાં શ્રીમાલવંશીય કે ઠારી ઉપનામ ધરાવતા કુળના શ્રેષ્ઠી નાનિંગની ભાર્યા નામિલદેવીની કૂખે વિ. સં. ૧૬૩૩ માં શૈશાખ સુદી ૬ ના દિને આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ કો તેમની માતાએ સ્વપ્નમાં ઉગતા સૂર્યને નીરખે, તેથી દેવીપુત્ર જન્મવાને છે એમ જાણીને એવું નામ રખાયું. તે વખતમાં વિચરતા અચલગચ્છાધિપતિ શ્રી ધર્મભૂતિ સૂરિએ તેજસ્વી રત્ન પારખી લઈને જૈન શાસનના મહિમાને ઉજવળ બનાવવા અનેક પ્રયત્ન બાદ, માતા પાસેથી આ પુત્ર લઈને ધૂળકામાં વિ. સં. ૧૬૪૨ માં ફાગણ સુદી ૪, શનિવારના દિવસે દીક્ષા આપી “કલ્યાણસાગર મુનિ' તરીકે તેમનું નામકરણ કર્યું. ૧૬૪૪ ના મહાસુદી ૫ ના દિને વડી દીક્ષા આપવામાં આવી. તે પછી વિ. સં. ૧૬૪૯ ના મહા સુદી ૬, રવિવારના દિને અમદાવાદ નગરમાં તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૭૧ માં ગુરુદેવ ધર્મમૂર્તિસૂરિ કાળધર્મ પામતાં, ૧૬૭૧ ના પિષ વદી ૧૧ ના શ્રી કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયક પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને તેઓ અંચલગચ્છનાયક પટ્ટધર બન્યા. તે વખતે મહામહોપાધ્યાય રત્નસાગરજી આદિ રત્નાધિક હોવા છતાં, ધમમૂતિ– સૂરિના અનુગામીની પસંદગી અનોખી હતી. ૧૯૭૨ ની સાલમાં ઉદયપુરના શ્રી સંઘે તેમની યુગપ્રધાનપદ વડે વિભૂષિત ર્યા. આવા સર્વોચ્ચ સન્માન મેળવનાર આ આચાય છેલ્લી કે વિભૂતિ જ હતા એમ ગણાય. એમ શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [૧૭]>>>>>> these aaaaaaaaaaaaaaaaaaabasah શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જામનગરના મંત્રી-યુગલ બંધુઓ દ્વારા થયેલી વિશેષ તી યાત્રા, સંઘયાત્રા, અને દરેક સ્થાને સોંધ પસાર થાય, ત્યાં અમારિ તથા સાધમિક ઉન્નતિ અને સાત ક્ષેત્રની વૃદ્ધિ અત્તિની સુવાસ પણ અસર છે. ભારતને ખૂણે ખુણે સઘા, મદિરા, નાનાં મેટાં ધાર્મિક કાર્યાં, તીર્થાના છાઁદ્વારા, પ્રાણપ્રતિષ્ઠાઓ, તીથ રક્ષા, સામિકાને સહાયતા, વેપાર, ધંધા તેમ અન્ય રીતે બધા સાધમિકાને સ્થિર કરાવી, આગ્રાના કુરપાલ–સેાનપાલ તથા જામનગરના વધમાન શાહ, પદમશી શાહ, રાજસિહ શાહ, નેણુશી શાહ, સામા શાહ, આદિએ અનેક પુણ્ય કાર્યાં કરીને લીધુ હતુ; એટલું જ નહિ, જામનગરની પ્રતિષ્ઠા વખતે દશ હજારથી વધુ બ્રાહ્મણાને તેમ જ સમસ્ત નગરને દાન–ભાજનની ગંગાથી પાવન કરવામાં આવ્યા હતા. આમ સધ ભક્તિના ઈતિહાસમાં સાચા અથમાં અનેકાંતવાદી એવા જૈન ધમની છાપ વિશેષ થઇ, તે કલ્યાણુગુરુના ઉપદેશનુ પરિણામ હતું. આનુ વર્ણન ગણિએ ‘લીલાધર રાસ'માં સંધનું વિસ્તૃત વર્ણુંન કરતાં કર્યુ” છે. બધા પર જે કવિ સૌભાગ્યસાગર શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અનેક ઉલ્લેખનીય પ્રસંગે થયા, ધારશીભાઈ વેારાએ ભૂજમાં અચલગચ્છના ઉપાશ્રય બધાન્યેા અને ૧૬૬૩ માં ભૂજમાં શ્રી સંઘે ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણુ, વિ. સ. ૧૬૭૫ માં વૈશાખ સુદી ૧૩, શુક્રવારે શત્રુજય ટૂંકમાં ચૌમુખજી જિનાલય અમદાવાદના શ્રી શ્રીમાલી રાજદેના પુત્રાએ ખંધાવેલ છે. વિ. સં. ૧૬૮૩ માં મહા સુદી ૧૩, સેામવારે ગિરિરાજ પર શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનાલયને જીર્ણોદ્ધાર અમદાવાદનાં શ્રાવિકા હીરબાઈ એ કરાવેલ, તે સાથે કુંડ પણ અધાવેલ છે. ખંભાતમાં વિ. સં. ૧૬૮૩ માં પાર્શ્વનાથજી આદિ પાંચ સ્ફટિકનાં ખિએ શ્રેષ્ઠી પદ્મસિંહે પ્રતિષ્ઠિત કર્યાં અને કલ્પસૂત્રેાની સુવર્ણાક્ષરી પાંચ પ્રતા લખાવી, મેાતીમય પૂઠા સાથે અપણુ કરી. વિ. સ’. ૧૬૮૬ માં ચૈત્ર સુદી પુનમને દિને શત્રુંજય તીથે અદ્ભુજીના મંદિરના જીર્ણોદ્ધાર, ૧૭૦૨ ના માગસર સુદી ૬ ના દિવસે શુક્રવારે, દીવ બંદર પ્રતિષ્ઠા મંત્રીશ્રી કમલશીએ કરેલી છે. બુરહાનપુરમાં પણ ૧૬૬૭ માં વૈશાખ વદી ૬, ગુરુવારના રાજ પ્રતિષ્ઠા થયેલ. આગ્રાના જિનાલયમાં જૈન મૂર્તિને માટે ભય ઉત્પન્ન થયા અને સમસ્ત જૈન સમાજ ભયમાં આવી ગયા, ત્યારે બાદશાહના હુકમને પડકારવા માટે જૈન સમાજની શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ dosesforldwoodedas is a fasless stees f ees shedheses.sassassessmedies festfesshhhhsLii વિનંતિથી પૂજ્યશ્રી પિતાની વિદ્યાર્થી અને શાસનદેવીની કૃપાથી ચમત્કાર બતાવી બાદશાહને ધર્મરક્ષક બનાવી પ્રતિબંધિત કર્યા. આમ તે વખતે ધર્મ તેમ જ સંઘ પર આવતા ભવે નિવાર્યો. વિધમી રાજાઓ અને બાદશાહોને અને બીજા મોટા પુરુષને પિતાના ઉમદા ચારિત્રથી ચમત્કૃત કરી ધર્મની રક્ષા માટે તમામ કરી છૂટવા અને ખપી જવા લગી તૈયાર તેવા દીર્ઘ લક્ષી પ્રતિભાસંપન્ન ગચ્છાધીશે મહારાવ જેવાને પણ ધર્મસન્મુખ કરી શક્યા અને તેમને સખ્ત વ્યસનથી મુક્ત કરાવી શક્યા, તેવા મૈત્રીભાવ પ્રવર્તક રત્નતુલ્ય આચાર્યો આપણને સદાય વંદનીય છે. તેમને વિશાળ શિષ્ય-શિષ્યા સમુદાય હતે. સાહિત્ય ખેડાણમાં તેઓ અગ્રેસર હતા. તેમના અનેક ગ્રંથ આજે પણ અપ્રગટ રહેલા છે. તેમના પછી સાધુ-સાધ્વી સમુદાય અ૫ રહ્યો અને ગોરજી સંખ્યા વધતી ગઈ, એ પરિવર્તન થયેલું હતું. 85 વર્ષની પૂર્ણ વયે વિ. સં. 1718 માં સાધારણ માંદગી ભેગવી ગુરુરાજ સ્વર્ગે સિધાવ્યા. આજે તેમનું અંતિમ સ્થાન સ્તૂપરૂપે અમર છે. તેમની પછી “સાગર” એ સાધુઓનું બિરૂદ કાયમ થયેલું છે. ભગવાન મહાવીરનો સંદેશ અને તેમના જીવન સંબંધી વધુમાં વધુ માહિતી મેળવવાનું કાર્ય આપણા માટે જ નહીં, પરંતુ સારા કે વિશ્વ માટે મહત્વનું છે. “અહિંસા પરમો ધર્મને સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ખ્યાલ આવે છે કે, થોર તપસ્યા કર્યા પછી પણ તેઓ માત્ર તપવી જ રહ્યા ન હતા અથવા તો પ્રાણીઓના સુખ–દુઃખ પ્રતિ ઉદાસીન થઈ ગયા ન હતા. બીજાઓ પ્રતિ તેમને આત્મા દયાળુ અને સહૃદયી રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓના સુખ-દુઃખ માટે, કલ્યાણ માટે તેમણે ઊંડું ચિંતન કર્યું હતું. –ડે. રાજેન્દ્રપ્રસાદ ભગવાન મહાવીરનો સંદેશ કાઈ ખાસ કેમ કે માટે નહીં પણ સારા 2 વિશ્વ માટે છે. જે માનવી મહાવીરના ઉદ્દેશ અનુસાર ચાલે, તે પિતાના જીવનને આદર્શ બનાવી શકે છે. જગતમાં સુખ અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આપણે તેમના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ. –ચકવર્તી રાજગોપાલાચારી એ શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ છે,