Book Title: Kamalsen
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201038/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 154 બોધ કથાઓ 3. મલસેન એકવાર શ્રીપત શેઠ અને તેમના પત્ની સુંદરી આચાર્ય શ્રી શીલંધરસૂરિને વંદન કરવા ગયા. આચાર્યએ તે બંનેને કહ્યું, “તમે નમસ્કાર મહામંત્ર ગણવાનું, નવકારશી કરવાનું (સુર્યોદયથી ૪૮ મિનિટ પછી જ ખાવું તથા દરરોજ સામાયિક કરવાનો (૪૮ મિનિટનું ધ્યાન) નિયમ કરો,” તેઓએ તેમ કર્યું પણ તેમનો દીકરો કમલસેન આમાનું કંઈ કરતો નહિ. ,, કમલસેનના માતા-પિતા દીકરાની ભક્તિ અને આધ્યાત્મિકતાની શ્રદ્ધા ન હોવાને કારણે દુ:ખી હતા. તેમણે આચાર્યને પોતાના દીકરાને શિખામણ આપવા કહ્યું. જેથી તે આ જન્મમાં તો સુખી થાય પણ પછીનો જન્મ પણ સારો જાય. સાધુએ તેમ કરવાની તૈયારી બતાવી. ઘેર ગયા પછી વેપારીએ પોતાના દીકરાને કહ્યું, “મારા ડાહ્યા દીકરા, સાંભળ, આપણા શહેરમાં બહુ મહાન ગુરુ આવ્યા છે એ ખૂબ જ વિદ્વાન છે અને તેમના પ્રવચનો સાંભળવા જેવા છે.” બીજા દિવસે તેઓ દીકરાને સાથે લઈને ગુરુનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યને વંદન કર્યા પછી તેઓ તેમને સાંભળવા બેસી ગયા. આચાર્યએ સ્વર્ગ, નરક, દયા, દુઃખ તથા કેવળજ્ઞાન વિશે ખજાનો ભરેલો ઘડો સંતાડતા કુંભારને જોઈ નિહાળતા મલસેન જૈન થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ કમલસેન વાતો કરી. માતા-પિતાએ કમલસેનને આચાર્યના વ્યાખ્યાન વિશે પૂછ્યું. કમલસેને જવાબ આપ્યો, “હું તો આચાર્યનું ગળું કેટલું ઉંચુંનીચું થતું હતું તે જોતો હતો.” તેના માતા-પિતા નાહિંમત થયા અને નિરાશ થઈ ઘેર ગયા. થોડા દિવસ પછી મહાન સંત આચાર્ય ગુણસાગરસૂરિ શહેરમાં આવ્યા અને કમલસેન તથા તેના માતા-પિતા ગુરુને વંદન કરવા તથા તેમનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યએ શ્રોતાઓને બહાદૂરી, હાસ્ય, દુઃખ તથા કુટુંબને સ્પર્શતી વાર્તાઓ ધાર્મિક સંદેશા સાથે કહી. કારણકે આવી વાર્તા લોકોને જલ્દી આકર્ષી શકે. કમલસેનને આચાર્યની વાર્તાઓમાં રસ પડ્યો તેથી તે દરરોજ તેમને રસપૂર્વક સાંભળવા જવા લાગ્યો. થોડા દિવસ પછી આચાર્યએ શહેર છોડીને જવાની તૈયારી કરી. કમલસેન અન્ય લોકોની સાથે તેમને વિદાય આપવા પહોંચી ગયો. ઘણાં માણસો આચાર્ય પાસેથી કોઈને કોઈ નિયમ લેતા હતા. આચાર્યએ કમલસેનને પણ કોઈ નિયમ લેવા કહ્યું, તેણે કહ્યું, “હું દિવસ કે રાત સિવાય જૂઠું નહિ બોલું. હું આખું તડબૂચ નહિ ખાઉં, ગાયનું છાણ નહિ ખાઉં.” કમલસેનના નિયમ અર્થહીન હતાં. એટલે ગુરુએ બીજો કોઇ નિયમ લેવાનું કહ્યું. તેણે કહ્યું, “હું ગામના ટાલિયા કુંભાર સીમલાને જોયા વિના જમીશ નહિ.” નિયમ વિચિત્ર હતો છતાં આચાર્ય ખુશ થયા. એકવાર સીમેલો જંગલમાં માટી લેવા ગયો હતો. કમલસેન તેની માતા સાથે જમવા બેસતો હતો. માતાએ તેને તેનો નિયમ યાદ કરાવ્યો. એ તુરત જ ટાલિયા સીમલાને શોધવા જંગલ તરફ દોડ્યો. તેણે જોયું કે તે જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં તેને કિંમતી રત્નો અને હીરા ભરેલો ચરુ મળ્યો. જેવો કમલસેન ત્યાં આવી પહોંચ્યો કે સીમેલાએ તરત જ માટીથી તે ચરુ સંતાડવાનો પ્રયત્ન કર્યો, તેને જોઈ કમલસેને મોટેથી કહ્યું, “હું જોઈ ગયો છું.” (ખરેખર તેણે ટાલિયા કુંભારને જોયો છે એમ કહ્યું હતું.) કુંભારને એમ લાગ્યું કે તે કિંમતી રત્નોથી ભરેલો ચરુ જોઈ ગયો છે. તે કોઈને ચરુમાંથી ભાગ આપવા રાજી ન હતો. એટલે તેણે કમલસેનને કહ્યું કે આ ચરુ અંગે કોઈને કશું કહીશ નહિ. આપણે બંને અડધા ભાગે વહેંચી લઈશું. શરૂઆતમાં તો સીમેલો શું કહે છે તેની કમલસેનને કંઈ સમજ ના પડી, પણ પછી તેને સમજાઈ ગયું. તેથી ખજાનાનો અડધો ભાગ લઈ લીધો. અને ઘેર પાછો આવી ગયો. ઘેર પાછા આવીને તે ઊંડા વિચારમાં પડી ગયો. “એક સાદો નિયમ જે કેવળ મજાકમાં જ લીધો હતો તેનાથી પણ મને આટલી બધી સંપત્તિ મળી. જો મેં ગંભીરતાપૂર્વક કોઈ નિયમ લીધો હોત તો મને વધુ મોટો લાભ થયો હોત.” આ બનાવથી કમલસેનની આખી જિંદગી બદલાઈ ગઈ, પછી તો તેણે ઘણાં નિયમો લીધા અને તે ખૂબ સુખી થયો. જયારૅ કૉઈ કંઈક કરવાની પ્રતિજ્ઞા કરે છે તો તેને પાર પાડવા ત્યારૈ જૈન ધર્મ-દર્શનને સુસંગત સાચી ભક્તિ અને શરત જરૂરી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. ધર્મ સંગત ન હોય તેવા કાર્યોની પ્રતિજ્ઞા કacતી અર્થહીન છે. પ્રતિજ્ઞા લેવી અને તેનું યોગ્ય રીતે પાલન કરવું કોઈના આત્માના લાભાર્થ છે. આ લાભ કદાચ જન્મમાં પણ મળે અથવા આગળના કોઈ બીજા ભવમાં પણ મળે. ગમે તેમ પણ કરેંet પ્રતિષશાસ્ત્રો તમારા વર્તમાન જીવનને શરતબદ્ધ બનાÒ છે. જૈન કથા સંગ્રહ 155