Book Title: Junagadhni Ambika devini Dhatu pratimano Lekh
Author(s): Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૂનાગઢની અમ્બિકાદેવીની ધાતુ પ્રતિમાને લેખ સંપા. લક્ષ્મણભાઈ ભેજક જૂનાગઢમાં ઉપરકેટ તરફ જતાં, જગમાલ ચેકના વણિક મહેલામાં શહેરના સૌથી મોટા પણ પ્રમાણમાં અર્વાચીન એવા મહાવીર સ્વામીના મન્દિરમાં જિન અરિષ્ટનેમિની શાસનદેવી અખિકાની એક ધાતુપ્રતિમા સંરક્ષિત છે. એને ઉલેખ (તેના પર અંકિત અભિલેખના વર્ષ સાથે) પંડિતપ્રવર અંબાલાલ પ્રેમચંદ શાહ દ્વારા થયેલ છે. અહીં લેખની વાયના મૂળ પ્રતિમાના ચિત્ર સાથે પ્રકાશિત કરું છું. લેખ પ્રતિમાના પાછળના ભાગમાં નીચે મુજબ કંડારાયેલે છેઃ [3] સં.૨૦૧૨ વ ના સંતાનેન ફતવાવાળા [-] [2] ने अंबिकाप्रतिमा समस्तगोष्ठथा कारिता / / પ્રતિમા નાગેન્દ્રગછના ગોષ્ઠિઓએ ભરાવેલ છે; પણ સ્થાનનું નામ “ઇતબારક' (2) જણાવ્યું છે, ગિરિનગર કે જીર્ણદુર્ગ (જૂનાગઢ) નહીં; આથી આ પ્રતિમાને જુનાગઢ સાથે સંબંધ હોય તેમ જણાતું નથી. 'ઇતબારક સ્થાનને અલબત કંઈ પત્તો લાગતા નથી. (કોતરનારે નામ કંડારવામાં કંઈ ગરબડ કરી હશે ?) પ્રતિમા (જુઓ ચિત્ર) લગભગ 13 ઇંચ ઉંચી અને તળીએ લગભગ 7 ઈંચ પહોળી છે. ભદ્રાસનની ઉપર વાહનરૂપે પ્રલબિત સિંહ, અને તેના પર પાથરેલ પદ્ય પર અર્ધપર્યકાસનમાં ભગવતી અબિકા વિરાજમાન છે. ડાબી બાજુ અંકમાં પુત્ર શુભંકર અને સિંહના મોઢા પાછળ દીપંકર ઉભેલ છે. આસનના ઊર્વદર્શનમાં ઉપર મનહર વહિલમય ઇલિકાતોરણ, તેમાં વચ્ચે જિન અરિષ્ટનેમિનું મંગલ-બિમ્બ, અને તોરણ ફરતી આમ્રપાલની શોભા કરી છે. દેવીની (ઘસાયેલી) મુખા ગયાં છે. તેમ છતાં ૧૧મા શતકના પૂર્વાર્ધની, ઈ.સ. ૧૦૩૬ની, કલાત્મક પ્રતિમા હેઈ, તેમજ તેમાં નાગેન્દ્ર (ગ૭)ને ઉલેખ હેઈ, એનું મહત્ત્વ અવશ્ય છે. 1. જુઓ જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો પૃ. 119-20. ખંડ પહેલો] અમદાવાદ સન 1953,