Book Title: Gautamswami Gandhara Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201006/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ગણઘર ગૌતમસ્વામી ૬. ગણધર ગૌતમસ્વામી ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભુતિ ગૌતમ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ પૃથ્વી હતું અને તેમને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દીકરા હતા. ત્રણે દીકરા નાની ઉંમરમાં જ વૈદમાં પારંગત હતા અને યજ્ઞયાગાદિ સારી રીતે કરાવતા. દરેકને પ∞ અનુષાથીઓ હતા. સોમિલ બ્રાહ્મણનો યજ્ઞ : બાજુના અપાપા ગામમાં સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચાર હજાર ચારસો બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન ઇન્દ્રભૂતિ ગૌતમ કરતા હતા. અગિયાર પારંગતોમાં તે સૌથી તેજસ્વી હતા. આખું નગર આ મહાન યજ્ઞમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતું. તે સમયે સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે પૃથ્વી ઉપર ઉતરી રહ્યા હતા. એ જોઇ ઇન્દ્રભૂતિ મનમાં હરખાતા હતા કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેમણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યાં છે." દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા. બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી દેવો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતાં મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ દેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરસ્વામી સામાન્ય લોકોની જનભાષા અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં વ્યાખ્યાન આપી રહેલા છે. આકાશી દેવોએ તેમના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયા. તે ગુસ્સાથી વિચારવા લાગ્યા, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?' એમણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યા. ભગવાન મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યા. ઘડીભર તો તે ઝંખવાણા પડી ગયા. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા. ભગવાન મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તેને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?' તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો ભગવાન મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયા. તેમને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતા હતા પણ તેમનું જ્ઞાન અપૂર્ણ જ હતું. ત્યાં ને ત્યાં જ તે ભગવાન મહાવીરના પહેલા અને પટ્ટ શિષ્ય બની ગયા. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષના હતા અને ગૌતમ વંશના હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયા. સોમિલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને જ પાછા આવશે એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરના શિષ્ય થઈ ગયા છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને જૈન થા સંગ્રહ 37 Page #2 -------------------------------------------------------------------------- ________________ ગણધરશે અને આચાર્યો હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા અને તેઓ અગિયાર ગણધર કહેવાયા. પંડિતો દ્વારા ઉઠાવેલા પ્રશ્નોનું નિરાકરણ કરતા ભગવાન મહાવીર આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન - ગૌતમસ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય, તેથી તારી આ ભૂલ માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગૂંચવાડામાં પડી ગયા. પોતે જાણે છે કે પોતે સાચા જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે, તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમસ્વામી પણ ગૂંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગૂંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા.. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગણધર ગૌતમસ્વામી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. ભગવાન મહાવીરે જણાવ્યું, “હે ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કોઇકને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહિ. ગૌતમસ્વામી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા, અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી. ૧૫OO વનવાસી સંન્યાસીઓને ખીર ખવડાવવી - બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા તીર્થકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તળેટીમાં ૧૫OO વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી ન હતી. પરંતુ ગૌતમસ્વામી પાસે ધ્યાન અને તપના કારણે આત્માની અનેક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પ્રગટ થયેલી હતી, તેને લબ્ધિ કહેવામાં આવે છે. તે શક્તિ વડે સૂર્યના કિરણોની સહાય લઈને સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમસ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો, અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમસ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ કેટલાએ દિવસથી ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાં પોતાના માટે વહોરીને લાવેલ ખીરમાં પોતાની લબ્ધિથી હાથનો અંગૂઠો મૂકીને સહુને ભરપેટ ખીર ખવડાવી. બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમસ્વામીને અક્ષીણમહાનસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતાં સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન - સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહિ મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા, તેમાંથી નવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, મારા બધા શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તો મને કેમ નહિ? ભગવાન મહાવીરે કહ્યું કે, “મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. તમે સંસારના તમામ પ્રકારના રાગદ્વેષમાંથી તો મુક્ત થયા છો પણ કેવળજ્ઞાન પામવા માટે તમારે તમારા ગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પણ છોડવો પડશે. એક દિવસ પોતાનો નિર્વાણ કાળ નજીક જાણી ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મલ્યા. ગૌતમસ્વામી આઘાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?’ ગૌતમસ્વામીના આંસુ રોકાતા નથી, તે વિચારે છે કે ભગવાન મહાવીર આ દુનિયામાંથી ચાલ્યા ગયા એટલે હવે મને કેવળજ્ઞાન તો નહિ જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કે કોઈ અમર તો છે જ નહિ. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે ભગવાન મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? ભગવાન મહાવીર પ્રત્યેનો તમામ રાગ સાપ જેમ કાંચળીને ઉતારે તેમ ઉતારી દીધો. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ સમયે તેમની ઉંમર ૮૦ વર્ષની હતી. તેઓશ્રી ઇસવી સન પૂર્વે પ૧૫ માં ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. 39. જૈન કથા સંગ્રહ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો જૈન અને હિંદુ પંચાંગ પ્રમાણે દીપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. મૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા ગતમરત્રામાં જન્મે બ્રાહ્મણ હતા. અને પ્રકાંડ પંથત હતા. જ્યારૅ તેઓ ભગવાન મહાવીરને મઝા ત્રાત્રે તેમને ધ્યાલ આવ્યો કે પોતાના કરતાં તૈો વધુ જ્ઞાન અને આચ્છામિક દષ્ટિએ વધુ આગળ છે. પોતાનું અભિમાન છૉડીને તેઓ તેમના શિષ્ય બની ગયા. સામાન્ય શ્રાવક અાનંદ અંગે તેમણે જે કંઈ ટીકા કરી હતી તે માટે તેમણે માફી માંગ. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ અનૈ પદશિષ્ય હતા. બીજા અશ્વ શષ્યો તેમનાથી પહેલા સવૈજ્ઞ બoથા. તેઓ ઘણા લાંબા સમય બાદ સર્વજ્ઞ બળ્યા. આમ બનવાનું કારણ મહાવીર સ્વામી પ્રસૈનો તેમનો રાગ હતો. જૈન ઘમૅ પ્રમાણે કોઈને માટૅગ લાગણી રાગ ગણાય. સર્વજ્ઞ બનવા માર્ગે આ રાગમાંથી મુક્ત થઈ વીતરાગી થવું પડૅ. ગૌતમન્નામ(નૈ જયારે માગું ફાાન થયું અને તેમણે આસક્તિ છૉડી 'દીધી ત્યારે અંતે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. 40 જૈન કથા સંગ્રહ