Page #1
--------------------------------------------------------------------------
________________
૩૩૮
મહાયાગી, મહાકિવ, અવધૂત અધ્યાત્મયાગી મુનિરાજ શ્રી ચિદાનંદજી મહારાજ
શ્રી કપૂરચંદ્રજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ વીસમી સદીમાં વિદ્યમાન હતા તેમ તેમની કૃતિઓ પરથી જાણવા મળે છે. શ્રી આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણુ અધ્યાત્મજ્ઞાનમાં રસિક અને કવિત્વશક્તિમાં નિપુણ હતા. તેઓ તીપ્રદેશમાં વધુ વસ્યા હોય એમ લાગે છે. કારણ કે શત્રુંજય અને ગિરનાર પર આવેલ કઈ ગુફા કે સ્થાન તેમનાં નામે આજે પણ ઓળખાય છે, સમેતશિખરજી ઉપર તેમના દેહાંત થયા એવી દતકથા છે.
શાસનપ્રભાવક
તેઓશ્રી સ્વભાવે એકાંકી અને નિઃસ્પૃહી હતા. એક અવધૂતની જેમ અલિપ્ત રહેવામાં જ માનતા, એમ તેમના સંસમાં આવેલા મહાનુભાવેએ વ વેલા અનુભવે પરથી જાણવા મળે છે. એટલુ જ નહિ, પાતે જ્ઞાની અને સિદ્ધિસપન્ન છે એ વાતની લેાકાને જાણ ન થાય તેવુ' સરળ જીવન જીવતા; અને અનાયાસ લેાકેાને તેમની સિદ્ધિને પરિચય થાય તે તે એ સ્થાન ત્યજી દેતા. વિ. સ. ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા એમ તેમના રચેલા શ્રી ગોડી પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સવત ઉપરથી જણાય છે, ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીનેા સંઘ કાઢયો હતા તેમાં તેએ હતાં. અને ગિરનાર પહોંચ્યા પછી કાં સીધાવ્યા તેના પત્તો મળી શકયો નહાતા એવા નિર્દેશ સાંપડે છે.
આમ, તેઓશ્રીના ક્ષર દેહ વિશે બહુ માહિતી પ્રાપ્ત થતી નથી; પરંતુ તેમના અક્ષર દેહથી તેઓ અમર બની ગયા છે. તેએશ્રી ઉત્તમ કોટિના વિદ્વાન હતા; ઉપરાંત ઉત્તમ કેટના કવિ હતા. તેમણે રચેલી કૃતિઓમાં ચિદાનંદ અહેાંતેરી, સ્વરેાધ્યજ્ઞાન, પુગલગીતા, સવૈયા, હિતશિક્ષાના દુહા, પ્રશ્નોત્તરમાલા, દયાછત્રીસી, પરમાત્મછત્રીસી, અધ્યાત્મળાવની ઇત્યાદિ મુખ્ય છે. તેમની કાવ્યરચના સરળ અને અગૌરવને લીધે હૃદયંગમ છે. તેમનાં કાવ્યે પેાતાના ચેાગજીવનના, અધ્યાત્મચિંતનના અને તપસ્વી જીવનના ઊંડાણને સ્પર્શતાં હોવાથી સાહજિક ઉગારે રૂપે પ્રગટેલાં લાગે છે, અગાધ કલ્પનાક્તિ, અપૂર્વ અલંકારશક્તિ અને અપ્રતીમ અગૌરવને લીધે એમનાં કાવ્યે આજે પણ તાજગીપૂર્ણ લાગે છે. શબ્દનો રણકાર અને કાવ્યના રાગ શ્રોતાને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. પરિણામે આબાલવૃદ્ધ સૌ તેમની ગીતરચનાઓને ગાઈ શકે છે અને એમના અવધૂત રંગને માણી શકે છે,
તેઓશ્રીની ૭૨ પદેશનીચિદાનંદ અહીંતેરી ' અતિ પ્રચલિત છે. આ પદેશમાં ૧૨ સ્તવના, ૧ પર્યુષણ પર્વની સ્તુતિ અને ૧ ગુરુ પાસે ગાવાની ગડુલી છે, તે ખૂબ જ ભાવવાહી છે. સ્તવનામાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માનાં છે. તેમાં ત્રણ તે તે ભાવનગરમાં ચાતુર્માસ હતા ત્યારે ત્રણ મૂળ નાયકજીને ઉદ્દેશીને બનાવેલાં છે. બીજા સ્તવને ગિરનારજી, તાર’ગાજી, શ ́ખેશ્વરજી વગેરે તીર્થોમાં પધારેલ હશે ત્યારે બનાવેલાં હશે એવું અનુમાન થાય છે, તેમાંનાં માત્ર પાર્શ્વનાથના સ્તવનમાં સ,
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંતો 339 ૧૯૦૪ની સાલ મળે છે. આ સ્તવને અને પદે અધ્યાત્મ અને ભક્તિભાવ સંબંધે અત્યંત ભાવવાહી છે. પહેલાં પદમાં ચેતનની બે સ્ત્રીઃ 1. સમતા અને 2. મુમતા. અર્થાત્ એક સુમતિ અને બીજી કુમતિ. સુમતિ પિતાને કહે છે: “પિયા! પર ઘર મત જાઓ રે, કરી કરુણા, મહારાજ ! કુલ મરજદ લેપ કે રે, જે જન પરઘર જાય, તિણ કું ઉભય લેક સુણ પ્યારે, પંચક શોભા નાય...” આત્મા વિશે પરિચય કવિ આપે છે ત્યારે સહજગમ્ય ઉપમા-દષ્ટ લઈ આવે છે. જેમ કે, કનક ઉ૫લ મેં નિત રહે રે, દૂધ માંહે કુની ઘીવ; તિલ નંગ તેલ, સુવાસ કુસુમસંગ, દેહ સંગ તેમ જીવ.” એવી જ રીતે, મારગ સાચા કે ન બતાવે, જાકું જાય પૂછીએ તે અપની અપની ગાવે.” એમ કહેનારા આ મહાત્માએ યોગશક્તિ અને કવિત્વથી મહાન શાસનપ્રભાવના કરી છે, એ તે એમના અસંખ્ય કાળ્યો દ્વારા સિદ્ધ થાય છે. (સંકલન : રાયચંદ મગનલાલ શાહ) ક 88 % છે. મારા દર ' ' : : ' , ' , ' aa : "* છે * * ) 2010_04