Book Title: Chandakaushika
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ચંડૌશિક ભગવાન મહાવીર જ્યારે સાધુ હતા ત્યારની આ વાત છે. તેઓ ઉપવાસ કરતા, ધ્યાન ધરતા અને તપ કરતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે તથા એક ગામથી બીજે ગામ ખુલ્લા પગે જ જતા. એક વાર તેઓએ વાચાલા ગામે જવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે તેમને જંગલ પસાર કરવાનું હતું. તે જંગલમાં મહા ઝેરી ચંડકૌશિક સાપ રહેતો હતો. તે કોઈ માણસ કે પ્રાણી સામે નજર કરે તો પણ તેનું તાત્કાલિક મૃત્યુ થતું તેવું કહેવાતું. તે જંગલ પાસેના ગામના લોકો ભયભીત બનીને જીવતા હતા. ચંડકૌશિક ગામના લોકોએ જ્યારે જાણ્યું કે ભગવાન મહાવીર આ જંગલના રસ્તેથી જવાના છે તો તેઓએ ભગવાન મહાવીરને જંગલ છોડીને લાંબા રસ્તેથી જવાનું સૂચવ્યું, પણ ભગવાન મહાવીરને તો કોઈ પ્રકારનો ડર ન હતો. તેઓને કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. કારણ કે ભય અને તિરસ્કારને તેઓ હિંસા ગણતા. તેઓ અહિંસામાં માનનારા હતા. તેઓ પોતે શાંત હતા અને બીજા પ્રત્યે શાંતિ રાખનારા હતા . તેમના મુખ પર દયા અને શાંતિના ભાવ જ દેખાતા, તેથી તેમણે ગામલોકોને ગભરાવવાનું કોઈ કારણ નથી ચંડકૌશિકને ઉપદેશ આપતા ભગવાન મહાવીર જૈન કથા સંગ્રહ 87 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ તેમ સમજાવ્યું. અને જંગલના રસ્તેથી જ જવાનું નક્કી કર્યું. થોડે આગળ ગયા અને બળેલું ઘાસ દેખાયું. જંગલ આખું રણ જેવું લાગતું હતું. ઝાડ તથા છોડવા સૂકાઈ ગયા હતા. ભગવાન મહાવીરને લાગ્યું કે ચંડકૌશિક આટલામાં નજીકમાં જ હોવો જોઈએ. ભગવાન મહાવીર ત્યાં ધ્યાન માટે રોકાયા. ભગવાન મહાવીરના હૃદયમાં દરેક માટે શાંતિ, દયા અને કરુણાના ભાવ જ રહેતા. ચંડકૌશિકને ખ્યાલ આવ્યો કે પોતાના દર નજીક કોઈક આવ્યું છે એટલે તે દરમાંથી બહાર આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે કોઈ માણસ ત્યાં ઊભો હતો. તે ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો, “અહીં મારી જગ્યામાં આવવાની તેની હિંમત કેમ ચાલી?” ચંડકૌશિક ભગવાન મહાવીરને ગભરાવવા ફંફાડા મારવા લાગ્યો. તેને ભગવાન મહાવીરની સ્વસ્થતાની ખબર ન હતી. તે ગુસ્સે થયો. નજીક આવીને ફેણ ચડાવીને તેમને ડંખ મારવા તૈયાર થયો. તેણે જોયું કે આ માણસ તો ગભરાતો પણ નથી કે નાસી પણ નથી જતો, તેથી તે વધુ ગુસ્સે થયો અને ત્રણ વાર ઝેરી ડંખ માર્યા. ભગવાન મહાવીરને તેના ઝેરની કોઈ અસર ન થઈ કે ન તો તેઓ ધ્યાનભંગ થયા. હવે ચંડકૌશિક વધુ અકળાયો અને તેમના અંગૂઠે ડંખ માર્યો. ફરીથી તેણે તે માણસ તરફ નજર કરી તો તેના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે તે માણસને કંઈ જ થયું નથી. બલ્ક તેના અંગૂઠામાંથી લોહીને બદલે દૂધ નીકળવા લાગ્યું. મહાવીરસ્વામીના મુખ પર ભય કે ગુસ્સો ન હતાં, પણ કરુણા હતી. તેમણે આંખ ઉઘાડી ચંડકૌશિક સામે જોયું અને કહ્યું, “હે ચંડકૌશિક શાંત થા, શાંત થા, તું શું કરે છે તે સમજ.” આ શબ્દોમાં પ્રેમ અને લાગણી હતાં. ચંડકૌશિક શાંત થયો અને મનમાં જાણે પ્રકાશ થયો કે આવા જ સાધુ એણે પહેલાં ક્યાંક જોયા છે. અને તેને અચાનક પોતાના પાછલા બે ભવ યાદ આવ્યા. તેને જીવનનું સત્ય સમજાયું અને ગુસ્સો તથા અભિમાનને કારણે થયેલું નુકસાન યાદ આવ્યું. તેણે મહાવીરસ્વામીને ખૂબ જ આદર સાથે માથું નમાવ્યું. ચંડકૌશિક શાંતિથી પોતાના દરમાં જતો રહ્યો. લોકોએ જાણ્યું કે ચંડકૌશિક હવે કોઈને નુકસાન કરે તેવો નથી રહ્યો. તેઓ જિજ્ઞાસાથી પ્રેરાઈને તેને જોવા આવ્યા. તેને શાંતિથી પડેલો જોયો. કેટલાક તેને દૂધ તથા ખોરાક આપીને તેની પૂજા કરવા લાગ્યા. જેના સગાંઓને તેણે મારી નાંખ્યા હતા તેઓ હજુ પણ તેના પર ગુસ્સે હતા, અને પથ્થર તથા લાકડી વડે તેને મારતા હતા. લોહી, ખોરાક તથા દૂધને કારણે ત્યાં કીડીઓ ઉભરાઈ છતાં ચંડકૌશિક ગુસ્સે થયા વિના, હાલ્યા ચાલ્યા વિના એમ જ શાંત પડી રહ્યો. થોડા દિવસ બાદ તે મરણ પામ્યો. જાત ઉપરના તથા ક્રોધ ઉપરના કાબૂને કારણે તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તે સ્વર્ગમાં ગયો. ભય, ત૨૨8ાર અને અહમ્ ઐ અન્ય પ્રત્યે નઈ પણ પોતાના પ્રત્યેની હિંસા છે. પોતાના પાછા ભવમાં કકૅલૉ ગુસ્સો અને અભિમાનનો હૂબહૂ ચિતાર ચંડલીકના વર્તમાન જીવનમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે તેને જે -આત્મજ્ઞાન કરાવ્યું તેનાથી તેને પોતાની ભૂલ સમજાઈ. સ્ત્રને પોતાનાં કાર્યો માર્ટ પતાવો થયો. તેના ખરાબ કર્મોનો નાશ થયો. અને તેને વર્ગ તરફ દોશ ગયા. આ વાતમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ગુસ્સો ત્યજીને શાંત રહેવું જોઈએ. ગભરાયા વગર તેના તરફ સપ્શક વહાણ દાખવવું જોઈએ. 88 જૈન કથા સંગ્રહ