Book Title: Be Dedka Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201040/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૪૦. બે દેડકાં GI દેડકાંની એક ટુકડી ખેતરમાં રમતી હતી. તોફાન મસ્તી કરતાં તેમાંના બે દેડકાં દૂધ ભરેલા ઘડામાં પડી ગયા. પોતાના સાથીદારોને બહાર કાઢવા શું કરી શકાય તે વિચારતા બાકીના દેડકાંઓ ઘડાની આસપાસ ભેગા થઈ ગયા. તેમણે જ્યારે જાણ્યું કે ઘડો ઘણો ઊંડો છે અને તેમને બચાવવા અશક્ય છે એટલે તેઓ નિરાશ થઈ ગયા અને બંને દેડકાંને કહ્યું કે હવે તમે તમારા ભાગ્યના ભરોસે બેસી રહો કારણ કે મૃત્યુ લગભગ નિશ્ચિત છે. 0 પોતાના ક્રૂર ભાગ્યને સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. પોતાની બધી તાકાત એકઠી કરી તેઓ બહાર નીકળવા કૂદકા મારવા લાગ્યા. પહેલેથી જ જવાબદારીપૂર્વક ધ્યાન રાખ્યું હોત તો આવી દશા ન થઈ હોત. હવે કૂદાકૂદ કરવી એ વ્યર્થ છે. એમ ઘડામાં મોં નાંખી કેટલાંક દેડકાં બૂમો પાડીને કહેવા લાગ્યા. કૂદાકૂદ કરવાને બદલે પોતાની શક્તિ બચાવી જેટલું જીવાય તેટલું જીવવા પ્રયત્ન કરવો કારણ કે મૃત્યુ નિશ્ચિત જ છે. એમ બીજા દેડકાંઓએ દુઃખી બની બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. પણ બંને દેડકાએ પોતાની તમામ તાકાત એકઠી કરી કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં થોડીવારમાં તેઓ થાકી ગયા. અંતે એક થાકેલો દેડકો પોતાના સાથી મિત્રોની વાત સાંભળી શાંતિથી પોતાના નસીબને ભરોસે બેસી રહ્યો અને ઘડાના તળિયે ડૂબીને મરી ગયો. કે THA બે દેડકાં જૈન કથા સંગ્રહ wwww A 159 Page #2 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ બીજા દેડકાએ પોતાનામાં જેટલી શક્તિ હતી તે એકઠી કરીને કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. તેનું શરીર પણ થાકથી દુ:ખવા લાગ્યું. ફરી તેના સાથીદારો તેને પોતાના ભાગ્યને ભરોસે મોતની રાહ જોઈ બેસી રહેવા કહ્યું, પણ થાકેલો દેડકો જીવવાની ઇચ્છાથી વધુને વધુ તાકાતથી કૂદકા મારવા લાગ્યો. અને કૌતુક થયું કે તેની આ કૂદાકૂદને કારણે દૂધનું માખણ થઈ ગયું. દેડકો હવે માખણના થર પર ઊભો રહી શક્યો. હવે બહાર નીકળવાની આશા જણાઈ. છેલ્લે તેણે પૂરી તાકાતથી જોરદાર ઊભો કૂદકો માર્યો અને તે ઘડાની બહાર ફેંકાઈ ગયો. બધા આશ્ચર્યથી દંગ રહી ગયા. બીજા દેડકાઓએ તેની મુક્તિ આનંદથી વધાવી તેઓ તેને પૂછવા લાગ્યા, “અમે તને બહાર નીકળવું અશક્ય છે એમ કહેતા હતા છતાં તે કૂદકા કેમ માર્યા કરતો હતો?” આશ્ચર્યથી દેડકાએ તેઓને સમજાવ્યું કે તે બહેરો હતો. એણે તેઓની ઘાંટા પાડવાની ચેષ્ટાઓ જોઈ તો તે એમ સમજયો કે સહુ તેને તેના પ્રયત્નો માટે બિરદાવે છે. જેને તે પ્રેરણા સમજ્યો હતો એનાથી જ તેને વધુને વધુ જોર કરી કૂદકા મારવાની હિંમત મળી અને ખરેખર અંતે સફળતા મળી. એક કહેવત છે કેં ‘પર્વે ચર્ડ જીભ વડે જ માનવી? તમારા પ્રેરણાદાયી વચનો કૉઈનું જીવંત ઊંચે લઈ જાય અને દવસ સુધાન્ન દે. તમારા બનાશક શબ્દો કોઈના હૃયૉ ઊંડું દુઃખ આપ્ટે, તે શત્રની ગરજ સાર્વે અને તેમના જીવનને પાયમાલ બનાવૈ. તમાત્ર બેદરકારીથી બોલાયેલા શબ્દો માણસને બીજાની નજરમાંથી ઉતારી પાડે છે. બીજા ઉપર તેમના કોઈ સારી છાપ રહેતી નથી. સમજી વિચારીને બોલો. તમનૅ મળતા દરૅકની સાથે પ્રોત્સાહનથી વાત કૉં. તમારૈ બીજાને ઉદારતાના, પ્રશંસાના તથા પ્રેરણાત્મક શબ્દો કહેતા હોય તો આજે જ કહો. તમારા અંતર-સ્માત્માને સાંભળો અને તે મુજબ વ. 160 જૈન કથા સંગ્રહ